________________
J
બોધપાઠ-૨૦
0
આસ્રવ ભાવના
WWWW
માનવ પ્રાણીને જેમ દેહનો સંબંધ છે તેમ તેને મન સાથે પણ ગાઢ સંબંધ છે. દેહ વડે જે પ્રવૃત્તિ થાય છે તે કરવા માટે પ્રથમ મનમાં જે-તે પ્રવૃત્તિ કરવાનો વિચાર થાય છે, સંકલ્પ થાય છે, પછી જ દેહ પ્રવૃત્તિ કરે છે. મન ચંચળ છે, જે કંઈ નવું જોવા-જાણવા મળે તે પ્રત્યે ગમો-અગમો સહેજે તેને થઈ આવે છે, પરિણામે મોહ-આસક્તિ વધતી જાય છે. વળી જીવ બોધ પામ્યો નથી, ત્યાં સુધી આવો મોહભાવ અહિતકારી છે, તેમ સમજાતું નથી. જે જીવાત્માને બોધ થાય છે તેને ૫૨ પદાર્થ પ્રત્યે મોહભાવ થતો નથી. પદાર્થનાં સંયોગમાં કે વિયોગમાં સાક્ષીભાવમાં રહે છે અને નવા કર્મનાં બંધનથી બચી જાય છે. મનનું બીજું પણ સ્વરૂપ છે તે પણ સમજવું જરૂરી છે. મન જીવાત્માને સમાગમ, વૈરાગ્ય, અસંગતા પ્રત્યે પણ લઈ જઈ શકે છે અને મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં પણ દેહને દોરી જાય છે. શ્રીમદ્ભુ કહે છે કે, “બધું મનને લઈને છે.” વ્યવહારમાં કહેવત છે કે, “મન હોય તો માળવે જવાય.” મારે તો એમ કહેવું છે કે, “મન હોય તો મોક્ષે જવાય.’’
#EKG પ્રશાબીજ * 64 parano