________________
ભાષામાં કહે તો કંઈ થતું નથી. ઘટના એક જ છતાં પરિણામ ભિન્ન છે. આવું જ જ્ઞાની કે જે દેહને પોતાપણે માનતા જ નથી તેને પણ કંઈ થતું નથી. નામઠામ કે ઓળખ તો દેહની છે, આત્માને શું નામ, ઠામ, ઓળખ આપવી ?
“અજ્ઞાનીઓ આજે કેવળજ્ઞાન નથી, મોક્ષ નથી' એવી હીન પુરુષાર્થની વાતો કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હોય.”
આ કાળમાં કેવળજ્ઞાન નથી, મોક્ષ નથી તેવું શાસ્ત્ર કથન કોઈ અપેક્ષાએ લખાયું છે તેનો વિચાર કર્યાં વગર આવું કહેતા રહે તો સાધક પુરુષાર્થ છોડીને નાસ્તિક બની જાય તેવું બને. આ સાચા જ્ઞાનીનું કર્તવ્ય નથી. આ વાત જે સમજતા નથી તે અકારણ કર્મબંધ કરી રહ્યા છે તે વાત તેને લક્ષમાં આવતી નથી.
‘ઢુંઢીયા(સ્થાનકવાસી) અને તપાદેરાવાસી) તિથિઓનો વાંધો કાઢી જુદા પાડી, હું જુદો છું એમ સિદ્ધ કરવા તકરાર કરે છે તે મોક્ષ જવાનો રસ્તો નથી.”
ધર્મનો માર્ગ દેશ, કાળ આદિ કા૨ણે આચરવામાં કાળક્રમે બદલાતો રહે તેથી મૂળ તત્ત્વ બદલાતું નથી. સિદ્ધાંત બદલાતા નથી. જેમ કે ૨૪ તીર્થંકર, છ દ્રવ્ય, નવ તત્ત્વ, જીવ-અજીવનાં ભેદ, પાંચ મહાભૂત અને લોકનું સ્વરૂપ વગેરે જેમના તેમજ સર્વકાળે છે, તે ભૂલીને અકારણ નાની અને ક્ષુલ્લક વાતોમાં મતભેદ, તકરાર ઉભા કરીને શું પ્રાપ્ત કરવું છે ? ઉલ્ટાનું રાગ દ્વેષ વધારીને પરિભ્રમણ વધવાનું થાય છે તે જીવને કેમ સમજાતું નથી ? સાધર્મિભક્તિને સૌ માને છે તો આ સાધર્મિ અભક્તિ નથી ?
*
84KG પ્રશાબીજ + 277 Basava