________________
શ્રીમદ્જીએ આ વર્ષમાં જે અદૂભૂત પત્ર લખ્યો છે તેમાં : “મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ.”
“આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અને બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મ સ્વરૂપ થયા છીએ.”
સમસ્ત આગમ શાસ્ત્રો કે ધર્મગ્રંથોમાં કોઈ મહાત્માએ પોતા સંબંધમાં આવું વ્યક્ત કર્યું હોય તેમ જોવામાં આવતું નથી. સુજ્ઞ મનુષ્ય નિષ્પક્ષપાતપણે, નિરાગ્રહીપણે અને સાંપ્રદાયિક રાગબુદ્ધિથી મુક્ત થઈને આ વચનો વિચારે તો જ આ વચનોનો મર્મ લક્ષગત થાય તેમ છે. પ્રથમ આ પુરુષની નિરાગી અવસ્થાને લક્ષમાં લેવી ઘટે છે. બીજું, તેમની તીર્થંકરદેવો પ્રત્યેની નિષ્કામ ભક્તિને લક્ષમાં લેવી ઘટે છે. ત્રીજી, તેમની જગતનાં જીવો પ્રત્યે અસીમ કરણાં ઠેર ઠેર જોવા મળે છે તે લક્ષમાં લેવું ઘટે છે. ચોથું જીવન પર્યંત જેમણે કોઈ પદ, પ્રતિષ્ઠા કે પદાર્થ પ્રત્યે સહેજ પણ સ્પૃહા રાખી નથી એ વાત પણ લક્ષમાં લેવી ઘટે છે. આટલી વાત લક્ષમાં રાખીને નિષ્પક્ષપાતપણે વિચારતા આ વચનો યથાર્થ ભાસવાનું થશે. આટલું ખુલ્લુ લખવાનું શૌર્ય
ક્યાંય જોવા મળતું નથી. જે આત્મદશા, આ લખાણ કર્યું ત્યારે અનુભવાતી હતી તેને ગોપવ્યા વગર પ્રગટ કરી છે. આમ છતાં સંસારી જીવોનો સંદેહ દૂર કરવા વધુમાં લખ્યું કે :
“આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાનાં અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતાં જગતનાં જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી, તેમનું કલ્યાણ કરવાની તથા તેનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરણાં એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણાં કરે છે.”
ટૂંકી દૃષ્ટિવાળા, આગ્રહોથી બદ્ધ, સાંપ્રદાયિક રાગથી ઘેરાયેલા અને આ પુરુષની અંતરંગ અવસ્થાથી અપરિચિત લોકો આ વાતને આ વચનને ન્યાય આપી શકશે નહીં. વળી આવા વચનો લખીને જગતનાં જીવો પાસેથી તેમની કંઈ અપેક્ષા હોઈ શકે ? એટલો વિચાર તો જરૂર કરવો જોઈએ.
ની&િઇટને પ્રશાબીજ • 235 base