________________
દશા માત્ર સત્સંગનાં યોગે જ દૂર થઈ શકે છે અને પોતાનું યથાર્થ આત્મસ્વરૂપ ભાનમાં આવે છે, સહેજે સમજાય છે.
જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય, ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી.”
કોઈપણ દેહધારી જીવને વર્તમાનમાં કર્મનું બંધન છે જ. જો આમ ન હોય તો દેહમાં રહેવાપણું પણ ન હોય. આવા બંધનથી જેણે છુટવું છે, તેણે યથાર્થ આત્મજ્ઞાન - નિજસ્વરૂપનું જ્ઞાન પ્રગટાવવું પડે જ.
“ભૂત ભવિષ્ય જાણવું એનું નામ કેવળજ્ઞાન છે એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે કહી નથી. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળજ્ઞાન જ્ઞાની પુરુષોએ કહ્યું છે.”
જૈન સાંપ્રદાયિક પરંપરામાં ત્રણે કાળનું, ત્રણે લોકનું, પ્રત્યેક પદાર્થનું અને તેની પ્રત્યેક પર્યાયનું જ્ઞાન જેને વર્તે છે તે જ્ઞાનને કેવળજ્ઞાન કહે છે. શ્રીમદ્જી લખે છે કે શાસ્ત્રકારોએ આવું તો શાસ્ત્રોમાં લખ્યું નથી. સર્વથા અજ્ઞાન(વિપરીત જ્ઞાન) રહિત જે કેવળ જ્ઞાનદશા જેને વર્તે છે તે દશાને કેવળજ્ઞાન કહ્યું છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા-૧૧૩માં પણ શ્રીમદ્જીએ આમ જ લખ્યું છે :
“કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન;
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિવણ.” જરા વિવેકથી વિચારતા પણ આ વાત સમજી શકાય છે કે જે પરપદાર્થ જીવને ક્યારેય કોઈ પણ અવસ્થામાં આત્મહિતનું કારણ બની શકે તેમ નથી, તે પદાર્થો અને તેની કોઈપણ પર્યાય વિષેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો હેતુ શું ? આત્મજ્ઞાની પુરુષોની વીતરાગ દશાનો વિચાર કરીએ તો સહેજે સમજાય છે કે આવી નિરર્થક જ્ઞાનની પ્રાપ્તિ માટે કદી પણ પુરુષાર્થ કરે જ નહીં. હા, એ ખરું છે કે નિરાવરણ-કેવળજ્ઞાન દશામાં, આવું પદાર્થનું જાણપણું સહેજે રહેલું હોય છે, પરંતુ તે માટે પુરુષાર્થ ન હોય.
ઇ ઇઇમાં પ્રજ્ઞાબીજ 234 bad 9.