________________
જીવન પર્યત જે પુરુષ જિનાજ્ઞામાં રહીને પ્રવર્તી છે તેનો અંતર આશય સમજવાનું કરવું ઘટે છે. તેમાં પણ કલ્યાણ છે.
“હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગદ્વેષનો ક્ષય થાય છે.”
સંસાર પરિભ્રમણનું કારણ જીવનાં કર્મ છે અને કર્મબંધનું કારણ રાગદ્વેષ છે, કષાય છે, અજ્ઞાન છે. આટલી વાત લક્ષમાં રાખીને પોતાનું સ્વરૂપ ઉપર મુજબ ચિંતવવાથી રાગાદિ સર્વ દોષથી મુક્ત થવાય છે, પરિણામે પરિભ્રમણનો અંત આવે છે. મોક્ષ પામે છે.
મનુષ્ય દેહનું જૈન અને બીજા બધા માર્ગમાં વિશેષપણું કહ્યું છે, તે સત્ય છે, પણ જો તેથી મોક્ષ સાધન કરી શકાય તો જ તેનું વિશેષપણું અને અમૂલ્યપણું છે.”
માનવદેહ તો કર્મ સંયોગે સહેજે પ્રાપ્ત થયો છે, તેથી કાંઈ તેને મોક્ષની પ્રાપ્તિ થાય તેમ બનવા જોગ નથી. માનવપણું, મનુષ્યત્વ વગેરે પ્રાપ્ત કરી યોગ્યતા વધારવી પડે. મહાપુરુષોનાં માર્ગે જાતે ચાલવું પડે. યથાર્થ પુરુષાર્થ નિષ્ઠાથી અને ધીરજથી કરવો પડે. અને કર્મબંધનનાં સર્વ કારણો સમજપૂર્વક
ત્યાગવા પડે. ઉપરાંત પૂર્વકર્મની નિર્જરા માટે જ્ઞાનીએ બોધેલા માર્ગને સેવવો પડે તો જ માનવદેહનું સાર્થક્ય કરી શકાય. બાકી તો પશુ સમાન જ ગણાય.
“જૈન દર્શનની રીતિએ જોતા સમ્યક્દર્શન અને વેદાંતની રીતિએ જોતા કેવળજ્ઞાન અમને સંભવે છે. જૈનમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે, તે જ માત્ર સમજાવું મુશ્કેલ થઈ પડે છે.”
જૈન દર્શન સમ્યકુ જ્ઞાનને, દર્શનને કેવળ જ્ઞાનનું કારણ માને છે. વેદાંત આદિ આત્મસાક્ષાત્કારને કેવળજ્ઞાન કહે છે. અપેક્ષાએ બંને વિચાર યોગ્ય છે. સમ્યક જ્ઞાન-દર્શન એ કેવળજ્ઞાનનો જ અંશ છે. બીજરૂપ છે તે બીજ ફળવાન
ઇAિZA પ્રશાબીજ • 236 bookઇ8િ