________________
થઈ કેવળજ્ઞાન વૃક્ષરૂપ ધારણ કરે છે. આ વાત તો જૈનો પણ સ્વીકારે છે. સુક્ષ્મ વિચાર જોઈએ.
સર્વથા સ્વાભાવપરિણામ તે મોક્ષ છે. સદ્દગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદ્દવિચાર અને સંયમાદિ તેનાં સાધન છે.”
માનવજીવ સદેહે મોક્ષ દશામાં સ્થિતિ કરી શકે છે. મર્યા પછીનો મોક્ષ સર્વથા મોક્ષ છે. સદેહે મોક્ષ તે આંશિક મોક્ષ છે. બંનેમાં આત્મ અવસ્થા સરખી છે. સદેહે મોક્ષ દશા સર્વથા મોક્ષદશાની પ્રાપ્તિનું નિશ્ચિત કારણ છે તેમ સમજાય છે.
શ્રીમદ્જીએ આ વર્ષમાં જે મહાન-અમૂલ્ય પદ્યની રચના કરીછે તે પૈકી પ્રથમ “મૂળ માર્ગની રચના છે અને બીજી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના છે. બંને રચના વચ્ચે માત્ર પંદર દિવસનો આંતરો છે. બંને રચનામાં મોક્ષમાર્ગ સાદી-સીધી, સરળ ભાષામાં કહ્યો છે. વળી કેવળ આત્મ-અનુભવનો નિચોડ વ્યક્ત થયો હોવાથી સર્વ જીવને હૃદય સ્પર્શ કરાવે તેવી શક્તિથી ભરપુર છે.
મૂળમાર્ગ કાવ્યમાં સંક્ષેપમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ કહ્યું છે. સમ્યકજ્ઞાન(આત્મજ્ઞાન), સમ્યક્ દર્શન (આત્મસ્વરૂપની શ્રદ્ધા) અને સમ્યક ચારિત્ર (આત્મસ્વરૂપમાં રમણતા-સ્થિરતા) આ ત્રણે એકરૂપ થતા મોક્ષ પદની પ્રાપ્તિ કરાવે છે. અને આ ત્રણેની પ્રાપ્તિ સદ્દગુરુનાં ઉપદેશથી અને જીવની યોગ્યતાથી થઈ શકે છે. આમ મોક્ષ પ્રાપ્તિનો સરળ ઉપાય દર્શાવ્યો છે.
આત્મસિદ્ધિશાસ્ત્ર તો અનુપમ શાસ્ત્ર છે. જે વાત મૂળ માર્ગમાં સંક્ષેપ લખી છે તેનો વિસ્તાર આ શાસ્ત્રમાં કરાયો છે. જીવનાં દોષ, દોષ નિવારણનો ઉપાય, જ્ઞાન, વૈરાગ્યનું સ્વરૂપ, સદ્દગુરુનું સ્વરૂપ, મુમુક્ષુનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, કર્મબંધનું કારણ, મોક્ષનું કારણ અને સિદ્ધપદનો લક્ષ વગેરે વિષયોની વિષદ્ ચર્ચા કરી છે. સંપ્રદાયમાં પ્રવર્તતા ધર્મગુરુઓ પાસેથી આ કાળમાં
ઇakબે પ્રજ્ઞાબીજ •237 views