________________
સૌભાગને પ્રાપ્ત થાય તે માટે પુરી કાળજી રાખી અને છેક સમાધિ મરણ કે જે ક્રમથી મોક્ષનું કારણ છે તેની પ્રાપ્તિ કરાવીને સર્વોત્તમ મૈત્રીનું આપણને દર્શન કરાવ્યું છે. શ્રીમદ્જીનાં મુમુક્ષુ પિરવારે આ સખાભાવ સદૈવ સ્મરણમાં રાખવા જેવું છે, પ્રે૨ણાં લેવા જેવું છે અને અવસર આવ્યે આચરવા જેવું છે.
“મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરો.” આવી ભાવનાથી ભાવિત થઈએ તેવો લક્ષ્ય રહે.
માનવ-માનવ વચ્ચે નાત, જાત, ધર્મ, રંગ, રૂપ, સ્થિતિ, સંજોગ, પદપ્રતિષ્ઠા વગેરેને બાજુએ રાખીને પ્રત્યેક મનુષ્ય પ્રત્યે પ્રેમ, મિત્રતા અને સમાનતાનો ભાવ રાખી પ્રવર્તવું તે માનવપણાનું મુખ્ય લક્ષણ છે. કોઈ નિર્ધન હોય, વૃદ્ધ હોય, નિર્બળ હોય, રોગી હોય, નિરાશ્રિત હોય, અરે ચોર હોય, લંપટ હોય, દુરાચારી હોય તો પણ સૌ ઈશ્વરનાં સંતાન છે તે ભુલવાનું નથી. તેમની વર્તમાન અવસ્થાનું કારણ તેનું પૂર્વ કર્મ છે, તેમ જ આપણી વર્તમાન અવસ્થાનું કારણ પણ પૂર્વ કર્મ જ છે. આ વાત સ્મરણમાં સદાય રહેવી ઘટે
છે.
જીવાત્માને વર્તમાનમાં જે કંઈ શાતા-અશાતા વેદાય છે, તેનું એક માત્ર કારણ પૂર્વનાં શુભા-શુભ કર્મો જ છે. વળી તે માત્ર પોતાનાં જ કર્મોનું ફળ, છે – પરિણામ છે. કોઈ જીવ અન્યનાં કર્મ ભોગવતો નથી તેમ આપણાં કર્મો કોઈ અન્ય ભોગવે તેવી કર્મ વ્યવસ્થા પણ નથી. આ ૫રમાર્થિક સિદ્ધાંત છે, તો પણ પ્રત્યેક જીવને જીવન જીવવામાં સહાયક બનવા પ્રયત્ન કરતા રહેવું તે માનવધર્મ છે. સિદ્ધાંત મુજબ ભલે તેની દશા આપણે બદલી ન શકીએ પરંતુ બનતી સહાય કરવાથી જે-તે જીવને હૂંફ મળે છે, આશ્વાસન મળે છે અને પ્રવર્તમાન દશાને સમભાવથી વેદી લેવાનું બળ મળે છે, હતાશાથી બચી જાય છે, આર્તધ્યાનથી બચી જાય છે, નવા કર્મનાં બંધ થવાથી બચી જાય છે. આ કંઈ જેવી તેવી ઉપલબ્ધિ નથી જ. પરમ પુણ્યનું કાર્ય છે, માનવધર્મ
છે.
ØKGK: પ્રશાબીજ * 37 paravano