________________
આપણી મૈત્રીભાવનાં મનુષ્ય પૂરતી જ મર્યાદીત ન કરતા નાના-મોટા સર્વ જીવો-દેહધારીઓ પ્રત્યે વિસ્તારવી જરૂરી છે. કેમ કે પ્રત્યેક દેહમાં રહેલું ચૈતન્ય તત્ત્વ તો બધામાં એક સરખું જ છે. કોઈ નાનુ કે મોટુ નથી. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય દેહધારી જીવો આ પૃથ્વી ૫૨ જીવી રહ્યા છે, તે સૌ પ્રત્યે સદ્ભાવ રહે તે ધર્મનું લક્ષણ છે. કોઈ પ્રત્યે ભૂલથી પણ વૈરભાવ સેવતા, પરિભ્રમણ વધતું જ રહેશે. માટે વિવેક રાખવાનું આવશ્યક છે.
જૈનદર્શન છ-કાય જીવોની રક્ષાનો બોધ આપે છે, તેને અનુસરવામાં મૈત્રીભાવ મહત્ત્વનું અંગ છે. સર્વજીવ પ્રત્યે સર્વથા નિર્વેર બુદ્ધિ થવી તે મૈત્રી છે. વનસ્પતિ, પાણી, ભૂમિ, વાયુ, અગ્નિ વગેરેમાં જીવ તત્ત્વ જ્ઞાનીઓએ જોયું છે, માટે થાય તેટલી તેમની રક્ષા કરવાનો બોધ તે મહાત્માઓ આપે છે.
*
પ્રજ્ઞાબીજ #38 paravano