________________
સાધુજીને વંદન કરીને; સંયમ શરા થઈએ રે. રત્નત્રયની પ્રાપ્તિ કાજે, મંત્ર જપો નવકાર રે. મંત્ર ભલો ભવોદધિથી પાર ઉતરવા; જિન વાણી અવધારીયે; સદ્દગુરુ રાજની ભક્તિ કાજે મંત્ર જપો નવકાર રે... મંત્ર ભલો
હે સત્ જિજ્ઞાસુ આત્મા, તું જાણે છે કે કોઈ પણ ધર્મશાસ્ત્રનું શ્રવણવાંચન કરવાનો પ્રારંભ કરવામાં આવે છે ત્યારે સર્વ પ્રથમ સદેવ, સગર વગેરે પ્રત્યે અહોભાવ, ભક્તિભાવ અને વિનય વ્યક્ત કરીને ચિત્તશુદ્ધિ કરવામાં આવે છે. આ મંગલાચરણ છે. હું પણ આ ગ્રંથનાં પ્રારંભે પરમેષ્ઠિને વંદનવિનય સહ તે સર્વની આજ્ઞા, આદેશ અને આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરું છું અને એ પ્રકારે ચિત્તશુદ્ધિ કરી આગળ વધુ છું.
સામાન્ય પરંપરા અનુસાર પંચ પરમેષ્ઠિનું સ્મરણવંદન આદિ કરાય છે. પરંતુ મેં અહીં મારા પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર દેવને પણ. ભક્તિભાવથી વંદન થવા અર્થે એક ગાથા વધારી છે. માટે જ પંચ પરમેષ્ઠિને બદલે માત્ર પરમેષ્ઠિ વંદના એવું શિર્ષક લખ્યું છે.
અરિહંત કહેતા જેણે બાહ્ય અને અંતરંગ શત્રુઓને હણ્યા તે પુરુષભગવાન. બાહ્ય શત્રુઓને જીતવાનું સરળ છે, પરંતુ અંતરંગ શત્રુઓને જીતવાનું બહુ કઠીન છે. રાગ, દ્વેષ, અજ્ઞાન, કષાય, નો-કષાય વગેરે છૂપા શત્રુઓ છે. વળી અતિ બળવાન છે, તેમને બરાબર ઓળખીને જીત્યા છે, હણ્યા છે તે પ્રભુ કરુણાના સાગર છે, મોક્ષના દાતા છે. પ્રથમ વંદન તેમને છે. સિદ્ધ પરમાત્મા સર્વથા મુક્ત છે. જન્મ, જરા, મૃત્યુ અને દેહથી પણ રહિત થયા છે. નિરંતર નિજસ્વરૂપમાં લયલીન છે. સર્વદા અસંગ છે. પ્રત્યેક જીવાત્મા તેમનાં જેવી દશા પ્રાપ્ત કરવા માટે તેમની ભક્તિ કરી તેમના જેવો થાય છે. તેમને વંદન હો. આચાર્ય ભગવંતો સ્વપર કલ્યાણની ભાવનાથી, સિદ્ધપદનાં લક્ષે સત્પુરુષાર્થ કરી રહ્યા છે અને આશ્રિતજીવોને સત્પુરુષાર્થ કરવામાં સહાય કરી રહ્યા છે, જેથી વંદન કરું છું.
ની&િઇટને પ્રશાબીજ •13 base