________________
વ્યતિત ચત્રિ અને ગઈ જિંદગી પર દષ્ટિ ફેરવી જાઓ.” આપની આજ્ઞા સ્વીકારું છું અને વિચારોનો ધસમસતો પ્રવાહ અનુભવાય છે. તે આ પ્રકારે જણાય છે :
કોઈ પુછે કે તમે મુળ વતની ક્યાંનાં ? હા, પ્રભુ મારું વતન નિગોદ, જ્યાંની વસતિ બહું જ ગીચ, મારા જેવા અનંતા જીવો ત્યાં સતત અથડાતા કુટાતા રહેતા હતા તેનું સ્મરણ થઈ આવે છે. શાતાનું તો કોઈ નામ જ નહીં. કેવળ અશાતા, અશાતા. બહુ પીડાયાથી ક્યારેક દેહ છૂટી પણ જાય, પરંતુ તુરત જ ફરી એવો જ દેહ રહેવા માટે મળે. કેટલો કાળ ગયો તેનું માપ કરવું અસંભવ છે. કોઈ દૈવ યોગે, કોઈની કૃપાથી કે કોઈ અન્ય કારણે ત્યાંથી છૂટીને પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, અગ્નિકાય અને વનસ્પતિકાયમાં અનંતકાળ મેં વ્યતિત કર્યો છે, અપાર દુઃખ-વેદના ભોગવી છે.
પ્રભુ, ફરી સ્મરણમાં આવે છે કે કોઈ કાળમાં નારકીની અવસ્થામાં પણ બહુ કાળ મેં વ્યતિત કર્યો છે. ત્યાંના દુઃખનું વર્ણન કરવું કઠણ છે. પરવશપણે છેદાયો, ભેદાયો, બળ્યો, શેકાયો, તણાયો, અતિશય ઠંડીમાં ઠુંઠવાયો, કોઈ જરા જેટલી શાતા ન મળે. કોઈ દયા ન દાખવે, સતત આક્રંદ કરતો હતો તે જોઈને મને જેઓ પીડા આપતા હતા તેઓ આનંદ પામતા હતા, તે જોઈને મને બહુ ક્રોધ થતો હતો પણ કંઈ કરી શકતો નહોતો.
પ્રભુ, અહીંથી થોડો કાળ તિર્યંચ અવસ્થામાં પણ રહ્યો છું, ત્યાં પણ પરાધીનતાનો પાર નહોતો, ખાવાનાં, પિવાના, સુવા-બેસવાના કે આશ્રય સ્થાનનાં કોઈ ઠેકાણાં નહોતા. અતિ ઠંડી, અતિ ગરમી, અતિ વૃષ્ટિ, ભારે વટૉળ વગેરે ભારે પીડા આપતા હતા. ઉપરાંત અહીં પણ છેદાવાનું, ભેદાવાનું, માર ખાવાનું, ભારે બોજો ઉઠાવવાનું, રોગથી પીડાવાનું પણ ખરુંજ.
હે પ્રભુ, પરમ આશ્ચર્યની વાત કહું તો થોડો કાળ દેવગતિમાં જવાનું થયું હતું. ત્યાં પૂર્ણ શાતા રહેતી. ખાવા-પીવા, રહેવા, વસ્ત્રાલંકાર, મહાલયો, પારાવાર મળી રહેતા. ઘર, કુટુંબ, પરિવારની કોઈ ચિંતા નહોતી. હા, એટલું
ની&િઇટને પ્રશાબીજ •25 base