________________
અનુસાર સંસાર હોય, સંપત્તિ હોય, પરિવાર હોય, પરિગ્રહ પણ ભલે હોય પણ એકેમાં તેની આસક્તિ-મોહભાવ ન હોય. આ બધુ હો તો ભલે, ન હો તો પણ ભલે, એવો મુમુક્ષુનો નિર્ધાર હોય અને આવો નિશ્ચય સંસારબળ ઘટવાનું કારણ બને છે. પરિણામે મુમુક્ષુ ઊર્ધ્વદશાને પામે છે, મોક્ષની નિકટ જાય છે.
“વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો, જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષનાં યોગ વિના સમજાતું નથી, તો પણ તેનાં જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું.”
સંસારમાં-જગતમાં અનેકવિધ પ્રકારે ધર્મનું સ્વરૂપ કહેવાયું છે અને આરાધતું જોવામાં આવે છે, પરંતુ જે ધર્મ સેવવાથી જીવ સર્વકાળને વિષે મુક્ત થાય તે ધર્મને જ સત્યધર્મ કહી શકાય. આવો ધર્મ વીતરાગ પુરુષ વિના યથાર્થ કહેવાને કોઈ સમર્થ હોઈ શકે નહીં. કેમ કે વીતરાગી ભગવાનને કોઈ પક્ષપાત નથી, અપેક્ષા નથી, હેતુ નથી, કેવળ ઉત્કૃષ્ટ જ્ઞાનદશામાં સ્થિત થઈને ધર્મબોધ્યો છે. જેનું સેવન પણ જીવને પરમ શાંતિ-સમાધિની અનુભૂતિ કરાવે છે - ત્યાં શંકા શી હોય ? આવા સત્ય ધર્મનું સ્વરૂપ સમજવા માટે સપુરુષનો આશ્રય કરવો.
“અનુત્પન એવો આ જીવ તેને પુત્રપણે ગણવો, કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે.”
આત્મા સદા સર્વદા અનુત્પન્ન છે, અજર-અમર છે તે જોતા વહેવારથી પુત્રરૂપે ભલે સંયોગ થયો હોય પણ તે આત્મા કદી પુત્રરૂપ થવો સંભવે નહીં. દેહ અપેક્ષાએ ભલે હો, મુમુક્ષુએ આ વાત હૃદયગત રાખી પ્રસંગેપ્રસંગે સ્મરણમાં લાવવાનું અતિ જરૂરી માનવું યોગ્ય છે. બધાજ સંબંધો માટે આમ જ છે.
હું જાણું છું. એ મારું અભિમાન, કુળધર્મને અમે કરતા આવ્યા છીએ
deskત્ર પ્રજ્ઞાબીજ • 28 Aઇજી8િ