________________
મહાપુરુષોની ધર્મકથા-ચારિત્રો જીવાત્માને આત્મકલ્યાણ કરવા માટે, માર્ગદર્શન માટે ઉપકારી છે - તે ભૂલીને ખોટા નિરર્થક વાદ, તર્ક કર્યાથી જીવ પોતાનું જ બગાડે છે, તે તેને લક્ષમાં નથી. ભગવાન મહાવીરનાં પૂર્વભવ, છેલ્લોભવ, માતા, પિતા, પરિવાર આ બધું તો તેમનાં કર્મનું પરિણામ છે. સામાન્ય જાણકારી ઠીક છે. મત-તર્ક કરવામાં હિત નથી. ભગવાને પોતાનાં આત્માની મુક્તિ માટે કેવો પુરુષાર્થ કર્યો તેમજ જગત પ્રત્યે તેમની દષ્ટિ કેવી હતી, તેમનો કરુણાભાવ કેવો હતો, તેમની જ્ઞાન દશા કેવી હતી આવા વિચારો
જીવને ઉપયોગી થાય. જેમાંથી પ્રેરણા લઈ તેનાં જેવો થવાનો પ્રયત્ન કરે તો કિલ્યાણ થાય.
“મોક્ષનાં કામમાં જે જ્ઞાન ન આવે તે અજ્ઞાન.”
શાસ્ત્રોનું ભારે જ્ઞાન હોય, ઘણું ઘણું સ્મરણમાં હોય, ઘણાંને ઉપદેશ આપી માન-સન્માન મળ્યા હોય અને મર્યા પછી તેનાં મંદિરો પણ બન્યા હોય તેથી કંઈ તેનો મોક્ષ થયો તેમ ન મનાય. મોક્ષનાં કારણભૂત એવું આત્મજ્ઞાન જેને સહજ પ્રાપ્ત હોય, જ્ઞાન અનુસાર ચારિત્ર હોય, સર્વથા રાગરહિત દશા થઈ હોય અને જેને કોઈ શત્રુ ન હોય કે મિત્ર પણ ન હોય આ જીવ મોક્ષનો અધિકારી કહી શકાય.
Lalala Neues 2 287 Balata*