________________
આવા ગુણો વિકસાવીને મુમુક્ષુતા પ્રાપ્ત કરવાથી મોક્ષ માટેનો પુરુષાર્થ યથાર્થ થઈ શકે છે, અને આવા મુમુક્ષુને જે જ્ઞાન દૃષ્ટિ મળે છે તે વડે સદ્દગુરુનો યોગ અને ઓળખાણ સહેજે થઈ શકે છે. પરિણામે તે નિકટભવિ બને છે.
શ્રીમદ્જીએ “બિના નયન” કાવ્ય લખીને એક નોંધ લખી છે જેમાં પ્રાથમિક ભૂમિકામાં સાધકને ભલામણ કરી છે :
તૃષાતુરને પાયાની મહેનત કરજો. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો.”
સાધકને થોડો બોધ મળ્યાથી તે અન્યને બોધ આપતો થઈ જાય છે તે વૃત્તિ શમાવી દેવાનું જરૂરી છે તે વાત સમજાવી છે. “નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ.”
પૂ. સૌભાગભાઈને એક પત્રમાં સાચા યોગીની ઓળખ બતાવી છે : ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો, એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વપ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે સત્ જ આચરે છે, જગત જેને વિસ્તૃત થયું છે.” કહેવાતા સંતો, યોગીઓ થોડી સિદ્ધિ મળતાં પ્રયોગો કરતા જોવા મળે છે. સાંસારિક રિદ્ધિ માટે દોરા, ધાગા, તાવિજ જેવું કે ભભૂતિ, પાણી વગેરે અનુયાયીઓને આપી પોતાની મહત્તા વધારે છે તેવા સંતો-યોગીઓ સ્વ-પર બંનેને અહિત જ કરી રહ્યા છે તે સમજવું ઘટે.
“જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.”
જેને આત્મહિતનો નિશ્ચય હોય તેની વર્તના આવી હોવી ઘટે છે. પૂ. શ્રી અંબાલાલભાઈને એક પત્ર લખતાં લખે છે કે :
“અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે, જેનાથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ ઓળખવું દુર્લભ છે, અને જીવને ભુલામણી પણ એ જ છે.”
ની&િઇટને પ્રશાબીજ 200 best