________________
આત્મલક્ષ હોય તો કાર્ય સરળ થઈ શકે તેમ જણાય છે. આત્મભાવનાનો લક્ષ શ્રી વીતરાગ પ્રભુએ તેમની દેશનામાં બોધેલો છે જ, પરંતુ પરંપરાએ કિંઈક લક્ષ મંદ થયુ લાગે છે.
આત્મલક્ષ, યથાર્થ થવા અર્થે શ્રીમદ્જીએ ભાવનાની સમજ એવી આપી છે કે જીવાત્માએ “હું આત્મા છું, દેહાદિ સ્વરૂપ મારું નથી, દેહ-સ્ત્રી-પુત્રાદિ મારા નથી, આમ આત્મભાવના ભાવતા રાગ-દ્વેષનો ક્ષય થાય છે.” રાગદ્વેષ રહિત થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને કેવળજ્ઞાનનાં ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ શાસ્ત્રોએ માન્ય કરી છે તે સર્વ વિહીત છે.
સંસારી જીવો (મનુષ્યો) કર્મયોગે અનેક પદાર્થો અને સંબંધોની વચ્ચે ઘેરાયેલા છે અને નિરંતરની આવી અવસ્થા હોવાથી, પ્રાપ્ત પદાર્થો, સંબંધો અને પ્રસંગો પ્રત્યે સહેજે રાગ-દ્વેષનાં ભાવ કરતો રહે છે, જે કેવળ પરિભ્રમણનું કારણ છે, અને દેખાદેખી કે પરંપરાગત ધર્મક્રિયા કરવાથી બહુ તો શુભ કર્મનો બંધ થઈ શકે છે, મોક્ષનું કારણ બનતું નથી.
વર્તમાન કાળનાં મનુષ્યોને ભૌતિક પદાર્થોનાં સંગની ભરમાર છે, જેનાં કારણે પ્રાથમિક ધર્મ રૂચિ પણ થોડીજ જોવા મળે છે. આ કાળને જ્ઞાનીઓ દુઃષમ કહે છે તેનું કારણ એટલું જ કે સાચો ધર્મ-માર્ગ આરાધતા અને દર્શાવતા સદ્દગુરુનો યોગ ઘણો દુર્લભ છે. જેઓ ધર્મમત પ્રવર્તાવે છે તેઓ પણ યથાર્થ ધર્મનું સ્વરૂપ ભાગ્યે જ કહેતા જણાય છે. પરંપરાગત વ્રત, જપ, તપ, પુજા, તીર્થયાત્રા આદિનો બોધ કરીને સંતોષ માનતા જણાય છે. આવા કાળમાં આપણા મહદ્ પુણ્યનાં યોગે શ્રીમદ્જી જેવા જ્ઞાનસ્વરૂપ મહપુરુષનો યોગ બન્યો છે, તેમનાં યોગ-આશ્રયે ઘણાં જીવો માર્ગ પામ્યા અને હાલ પણ માર્ગને અનુસરીને આત્મકલ્યાણ કરી રહ્યાં છે. ભિન્ન-
ભિન્ન સંપ્રદાયોમાં મૂળધર્મ વિભાજીત થઈ ગયો છે અને સૌ પોતાનો માનેલો સંપ્રદાય સાચો અને બીજાનો મિથ્યા માનતા જણાય છે. જો કે આ ભેદ કંઈ તાત્વિક નથી, પરંપરાનો ભેદ માત્ર છે. પ્રત્યેક જૈન મત,
ની&િઇટને પ્રશાબીજ •79 base