________________
ચોવીસ તીર્થંકરો, છ દ્રવ્ય, નવ તત્ત્વ, ચારગતિ, કર્મનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ વગેરે મુખ્ય બાબતે એક મત છે. માત્ર ગચ્છ, મતનાં ભેદથી ભિન્નતા અનુભવાય છે. આ હકિકત જાણતા શ્રીમદ્જીએ મૂળ તત્ત્વબોધ ઉ૫૨ જ લક્ષ કેન્દ્રીત કરીને જૈન ધર્મ એટલે આત્મધર્મ, માનવધર્મ એટલે પણ આત્મધર્મ જ છે તેવું પ્રતિપાદન કર્યાનું તેમનાં બોધ વચનોથી સમજાય છે. મતભેદ અને આગ્રહોથી મુક્ત થઈને માનવજીવ યથાર્થ-તાત્ત્વિક ધર્મને અનુસરે એવા હેતુએ આત્માની મુખ્યતા કરી આ ૧૭મી ભાવનાં “આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે.” એવો મંત્ર આપી બહુ-બહુ ઉપકાર કર્યો છે. કેવળજ્ઞાન પ્રાપ્તિનો આ સચોટ ઉપાય છે તેવું આ ભાવનાનાં શબ્દાર્થથી પણ સમજાય છે. અને મંત્રનો પરમાર્થ તો જીવાત્માને સ્વસ્વરૂપમાં સ્થિર કરી દે છે તેવો અનુભવ પ્રત્યેક સાધકને સહેજે થઈ આવે છે. પરિણામે દેહદૃષ્ટિ છુટી, આત્મદૃષ્ટિ દ્રઢ થતી જાય છે.
*
પ્રજ્ઞાબીજ * 80 parxxx48