________________
ગૌતમની પરંપરામાં જોડાઈને પોતાની સાધના વર્ધમાન કરતા રહ્યા. આ ઉત્તમ ઉદાહરણ પ્રમોદભાવનું શાસ્ત્રમાં છે.
આમ પ્રમોદભાવ માનવપ્રાણીને પોતાની દશા ઉચ્ચ ભૂમિકાએ લઈ જવાનું કારણ બને છે અને પરસ્પર માનવ-માનવ વચ્ચે પણ સ્નેહભાવ રહે છે, પોતે પણ સમાધિભાવમાં રહી શકે છે. નિરર્થક કર્મબંધથી બચી જાય છે. આ કેવી મોટી ઉપલબ્ધિ છે ?
પોતાથી વધુ ગુણવાન, જ્ઞાની, સંત, ભક્ત વગેરે પ્રત્યે પ્રમોદભાવ રાખ્યાથી પોતાને જ લાભ છે, તેમનો પ્રેમ મળશે, યોગ્ય માર્ગદર્શન મળશે, આફતકાળમાં સાંત્વન મળશે આમ ઘણાં પ્રકારે લાભનું કારણ થાય છે. આવા લોકો પ્રત્યે પ્રમોદભાવ ન આવે તો મધ્યસ્થભાવ રાખવો પણ દ્વેષ ભાવ તો ન જ થાય તેની પુરી કાળજી રાખવી જોઈએ. જો એમ નહીં થાય તો કર્મબંધનાં ભોગ બનવાનું થશે અને બહુ અહિત થશે.
દ્વેષભાવ માઠી ગતિનું કારણ છે, પ્રમોદભાવ એ સદ્ગતિનું કારણ છે તે ભુલવા જેવું નથી.
CAKE પ્રશાબીજ + 41 Baravno