________________
અમે તો રોજ સત્સંગમાં જઈએ છીએ, એવું ચોતરફ કહેતો ફરે તે જગતને બતાવવા માટે કહે છે. આનું સફળપણું નથી. અંતરંગ ઉલ્લાસિત અને ભક્તિભાવે થતો સત્સંગ ફળવાન થાય છે. આવા સત્સંગીને કોઈ સંસારિક કારણે એક દિવસ પણ જો સત્સંગ છુટી જાય તો ખેદ થાય, ચેન ન પડે. આ ફરક છે.
બાહ્યક્રિયા કરવાથી અનાદિ દોષ ઘટે નહીં. બાહ્ય ક્રિયામાં જીવકલ્યાણ માની અભિમાન કરે છે.”
વ્રત, જપ, તપ, તીર્થયાત્રા, દાન, સેવા વગેરે બાહ્ય તપનાં પ્રકાર છે. તે શુભકર્મની ક્રિયા હોવાથી, પુણ્ય બંધાય છે. પરંતુ મૂળ દોષ જે આત્મઅજ્ઞાન છે તે દૂર થાય નહીં, તો શા કામનું ? અંતરંગ ક્રિયામાં સમભાવ, સમતા, ધીરજ, વિનય, ભક્તિ વગેરેથી રાગ, દ્વેષ, અહંકાર, મમત્વ, સ્વચ્છેદ અને કષાય ઘટે છે તે ઉપકારી છે.
વૃત્તિઓનો મૂળથી ક્ષય કર્યો નથી તેથી ફરી ફરી હુરે છે.”
મન ચંચળ છે, શુભાશુભ વૃત્તિઓ સમયે સમયે મનમાં ઉઠે છે. તેને ક્યારેક દબાવી દેવામાં આવે છે. તેથી શાંત દેખાય છે, પણ ક્ષય પામી નથી જેથી ફરી નિમિત્ત મળતા ફરાયમાન થાય છે, માટે તેને જ્ઞાનબળે કરીને મૂળમાંથી છેદવાનો સચોટ ઉપાય કરવાનું જ્ઞાની બોધે છે, તે સાધકે લક્ષમાં લેવા જેવું છે.
હાઇકત્રિ
પ્રજ્ઞાબીજ 7s