________________
સ્વ-૫૨ કલ્યાણની કેટલી ઉત્કૃષ્ટ ભાવના તેમને રહેતી તે વાત લક્ષમાં આવે છે અને તે અહોભાવ પ્રગટ કરાવે છે.
શ્રી અંબાલાલભાઈને એક પત્રમાં અદ્ભુત વાત લખી : “અહો, અનંત ભવનાં પર્યટનમાં કોઈ સત્પુરુષનાં પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઇચ્છો છો, તેની પાસેથી ધર્મ ઇચ્છો છો અને તેતો હજી કોઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે... તમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે તેનું કંઈ મૂળ કારણ હસ્તગત થયુ છે ? એનો કહેલો ધર્મ અનુભવ્યે અનર્થકારક તો નહીં લાગે ? અર્થાત્ તેની (શ્રીમદ્ની) પૂર્ણ કસોટી કરજો; અને એમ કરવામાં તે (પોતે) રાજી છે.” કેટલું અદ્ભુત નિર્મળ હૃદય આ પુરુષનું જોવા મળે છે ? પોતાનો આશ્રય લેતા પહેલા આશ્રિત પૂર્ણ કસોટી-ચોક્સી કરીને નિર્ણય લે તે ખૂબ જરૂરી માન્યું છે. કેટલી નિખાલસતા અને લઘુતા જોવા મળે છે ? અદ્ભુત. વળી એમ પણ જણાવ્યું કે “તીર્થંકર દેવે રાગ કરવાની ના કહી છે, અર્થાત્ રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી.” આમ સાવધાન કરે છે.
*
8488 પ્રશાબીજ * 200 Basava