________________
કોઈ પણ ધર્મમત – સંપ્રદાયનો આગ્રહ આ પુરુષને નથી. કેવળ નિજ આત્મસ્વરૂપનો જ લક્ષ છે તે વાત સ્પષ્ટ કરી છે. વળી એમ પણ બીજા પત્રમાં દર્શાવ્યું કે :
જૈનનાં આગ્રહથી જ મોક્ષ છે; એમ આત્મા ઘણાં વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્ત ભાવમાં મોક્ષ છે.”
જેનોનો સાંપ્રદાયિક માર્ગ આ પુરુષને બાંધી શક્યો નથી, પરંતુ મૂળમાર્ગ” આત્મધર્મનો જે શ્રી વીતરાગે બોધ્યો છે તેની પૂર્ણ શ્રદ્ધા ધરાવે છે તે વાત ઘણી જગ્યાએ વ્યક્ત થઈ છે.
શ્રી અંબાલાલભાઈને લખ્યું છે કે :
“ગમ પડ્યા વિના આગમ વીતરાગનાં શાસ્ત્રો) અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તરંગ રૂપ થઈ પડે છે.” આમ, શાસ્ત્રોને સમજવા માટે સત્સંગનો મહિમા દર્શાવ્યો છે. સત્સંગ જેવું ઉત્તમ અને સરળ સાધન આ કાળમાં બીજું એકેય નથી તે ધર્મપ્રેમી મુમુક્ષુને સહેજે લક્ષમાં આવે છે.
પૂ. શ્રી સૌભાગભાઈ, શ્રીમદ્જીને મોરબી (જેતપર) મળીને સાયલા પરત ફર્યા પછી બન્ને વચ્ચે પત્રવહેવાર શરૂ થયો હતો. પ્રથમ પત્ર ૧૯૪૬, સવંતનાં ભાદરવા માસમાં શ્રીમદ્જીએ લખ્યો છે જેમાં આદ્ય શંકરાચાર્યજી રચિત એક શ્લોકની એક લીટી લખીને તેનો ભાવાર્થ પ્રગટ કરતા લખ્યું હતું કે : “ક્ષણવારનો પણ સતુપુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે.”
આમ, સતુપુરુષ અને તેમનાં સમાગમરૂપ સત્સંગ બન્નેનો અપાર મહિમાં વ્યક્ત કર્યો છે અને સંસારને સમુદ્રની ઉપમા આપી છે તે સચોટ અને અદ્ભુત છે. સંસાર અને સમુદ્ર બને ખારા, અગાધ અને અત્યંત રહસ્યમય છે તે વાત સહેજે સમજાય તેવી છે. વળી લખે છે કે :
“અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું; અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે.”
ની&િઇટને પ્રશાબીજ • 199 base