________________
આપણો સૌનો અનુભવ છે કે માનવ સમાજમાં મોટાભાગે ધર્મ પ્રવૃત્તિ કરતા એવા જીવો જપ, તપ, સેવા, પૂજા, શ્રવણ, વાચન વગેરે સાધનો કરતા જોવા મળે છે. પરંતુ આત્મલક્ષે-સ્પષ્ટ હેતુએ ભાગ્યે જ જોવા મળે છે. કાં તો લોકદૃષ્ટિએ, ઓઘેઓઘે, પરંપરાગત, કુળ ધર્મને કા૨ણે અથવા પોતે ધાર્મિક હોવાનું દર્શાવવા માટે આ બધા ક્રિયાકાંડ કરતા હોય છે. આ ધર્મનાં નામે થતા કહેવાતા પુરુષાર્થનું સફળપણું શું ? તે વિચાર તો ભાગ્યે જ કરવામાં આવે છે. આત્મલક્ષ રહિત થતી આવી ક્રિયા શુભ ગતિનું, સાંસારિક શાતાસમૃદ્ધિનું કારણ બની શકે પરંતુ મોક્ષનું કારણ બનતું નથી જ એવો શાનીઓનો મત છે તેનું શું ?
“સા ચરણમાં રહેવુ” અર્થાત્ નિજ આત્મસ્વરૂપમાં સ્થિર થવું, દેહાધ્યાસથી મુક્ત થવું, ૫૨ પદાર્થો, જડ અને ચેતન બન્નેનો સંગ ક્રમથી ઘટાડતા જવું, રાગ-દ્વેષથી અને કષાયભાવોથી બચવું તે છે, તેમ સમજાય
છે.
“જગતની વિસ્મૃતિ કરવી” અર્થાત્ સ્વ આત્મતત્ત્વ સિવાય જે કંઈ પણ પદાર્થોનો સંગ છે, તેનાં પ્રત્યેની આસક્તિ-મોહ છોડવો. કર્મ સંયોગે આ જગતમાં રહેવું તો પડશે જ પરંતુ તે પ્રત્યે આસક્ત થઈને રાગ-દ્વેષ કરવા કે ન કરવા તે જીવની સ્વતંત્રતા છે. તીર્થંકરો સહિત બધાંજ મહાપુરુષો, સંતો જગતમાં રહીને જ જગત પ્રત્યે રાગ રહિત થવાનો અથાગ પરિશ્રમ કરતા હતા, કરે છે, જે પરિણામે જે અવકાશ પ્રાપ્ત થયો તેમાં નિજ આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો અભ્યાસ કરતા જ રહ્યા. ખરેખર તો આજ સાચી ધર્મક્રિયા છે, ધર્મપુરુષાર્થ છે.
“એ લક્ષ થયા વિના જીવને સમ્યક્ત્વ સિદ્ધિ થતી નથી.’” આ જ્ઞાનીનો સ્પષ્ટ અભિપ્રાય છે. કોઈ પણ ધર્મપુરુષાર્થની સફળતા સમક્તિની પ્રાપ્તિ છે કે જે સમક્તિ મોક્ષનું બીજ છે, કારણ છે. મુમુક્ષુ-સાધકનો અંતિમ લક્ષ તે મોક્ષ પ્રાપ્તિ જ હોય છે.
84848 પ્રશાબીજ + 103 KOKAR®