________________
ચાર પૈકી પ્રથમ ગુણ મૈત્રીને વ્યાપક અર્થમાં વિચારવું યોગ્ય છે. મિત્ર તરીકે આપણે જેને માનતા હોઈએ તેનાં સુખ-દુઃખમાં હરહંમેશ સાથ આપવો, સહકાર કરવો, સંભાળ લેવી છતાં તેમાં ક્યાંય ઉપકાર કર્યાનો ભાવ ન થઈ આવે તે મૈત્રીનું સાચું સ્વરૂપ છે. વળી સહાય કરવામાં કોઈ અપેક્ષા રાખવામાં ન આવે, બસ ફ૨જ બજાવ્યાનો સંતોષ રહે તે મિત્રધર્મ છે.
ભગવાન શ્રીકૃષ્ણનો બાલમિત્ર સુદામા હતો જે ગરીબ બ્રાહ્મણ અને શ્રીકૃષ્ણ તો દ્વારકાનાં મહારાજા. ગરીબ સુદામાને જીવન વ્યવહાર ચલાવવામાં ઘણી જ પ્રતિકુળતા હતી, નિર્ધન, નિસહાય હતા અને કોઈ ઉપાય ન મળતા શ્રીકૃષ્ણ મહારાજા પાસે જવાનું વિચારી, પોરબંદરથી દ્વારકા પગપાળા નિકળી. પડ્યા. ઘરમાં થોડાં મુઠ્ઠીભર) તાંદુલ (પૈવા) હતા તેની પોટલી બાંધી સાથે લીધી. ભાવ એવો કે મિત્ર શ્રીકૃષ્ણનાં બાળકો માટે કંઈક લઈ જવું તે વ્યવહા૨ સાચવવાનો હતો. શ્રીકૃષ્ણને સુદામાજી દરવાજે પધાર્યા છે તેવી સુચના મળતા દોડીને દરવાજે ગયા. પ્રેમથી ભેટ્યા. આદરપૂર્વક નિજઘરમાં લઈ ગયા. પ્રવાસનો થાક ઉતારવા સ્નાન માટે આઠે રાણીઓને આજ્ઞા કરી, સ્નાન થયું, ભોજન થયું, પરસ્પરનાં ખબર અંતર પુછાયા. બન્ને મિત્રોને ઘણાં વર્ષે મળ્યા તેનો આનંદ છે.
સુદામા પાછા જવા તૈયાર થયા. પોતાની જે કઠણાઈ છે તે કહેતા સંકોચ પામે છે અને આવા વૈભવમાં પોતાની પૌવાની પોટલી કેમ આપવી તે વિટંબણાં છે. શ્રીકૃષ્ણ પામી ગયા, પોટલી રીતસર સુદામા પાસેથી પડાવી લીધી, ખોલી, પૌવા ચપટીભર ખાધા, રાણીઓને આપ્યા અને બોલ્યા “આવો સ્વાદ જીવનમાં ક્યારેય માણ્યો નથી.” સુદામાને વિદાય કર્યા, કંઈજ આપ્યા વિના. સુદામા વિદાય થયા કંઈ માગ્યા વિના. છતાં પોરબંદરમાં પહોંચતા અતિવૈભવશાળી ઘર, સાધન સામગ્રીનો શુભયોગ જોવામાં આવ્યો. આ કથામાં સખાભાવનું દર્શન થાય છે, માગ્યા વગર આપે તે મિત્ર. અપેક્ષા લેશમાત્ર નહીં રાખે ને આપે તે મિત્ર. કોઈ અન્યને તેની આપ્યા-લીધાની જાણ પણ થવા ન દે તે મિત્ર.
NAGAR
પ્રજ્ઞાબીજ * 34 BAEACA