________________
વ્યવહાર-સંસાર દૃષ્ટિથી આ અવસર આશ્ચર્યકારી છે. મુનિ કોઈને(ગ્રહસ્થને) મંત્રદીક્ષા આપે તે સહેજે સમજાય છે, અત્રે એક ગૃહસ્થ મુનિને મંત્ર દીક્ષા આપે છે. પરંતુ પરમાર્થ દૃષ્ટિથી વિચારતા બાહ્યવેશ કે બાહ્યદશા તો ગૌણ છે, સાચી તો અંતરંગ દશા છે તે જોતા આશ્ચર્ય સમાઈ જાય છે, વિકલ્પ થતો નથી.
મુનિશ્રી ખંભાતમાં હોય અને શ્રીમદ્જી મુંબઈમાં હોય ત્યારે મુનિશ્રી ખંભાતનાં દરિયાકાંઠે જઈને, મુંબઈની દીશામાં મુખ રાખી, આ મંત્રનું રટણ કરતા-કરતા શ્રીમદ્જીને વંદન-ખામણાં કરતા રહે, દેહભાન ભુલાય જાય, પગનાં ઘુંટણો દરિયાની રેતીથી છોલાતા રહે, લોહી વહેતું રહે, પણ કોઈ લક્ષ દેહ ઉપર જાય નહીં. આવી અદ્ભુત દશામાં ઝુલતા તે પ્રભુશ્રી લઘુરાજને સત્સત્ વંદન સહેજે થઈ જાય છે. ધન્ય છે તેમની ભક્તિને.
ઇAિZA પ્રશાબીજ - 82 backઇ8િ