________________
હે મુમુક્ષ, વીતરાગપદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે.”
વીતરાગ પ્રભુનું સ્મરણ કરીને તેમની વીતરાગ દશા ઉપર લક્ષ કેન્દ્રીત કરીને તે દશાનું ધ્યાન, ચિંતન, વિચાર કરતા રહેવું ઉપકારી છે.
હે જીવ, સ્થિર દષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે.”
અંતર્મુખ થઈને સ્વરૂપ ચિંતન કરવાનો વારંવાર અભ્યાસ કરતા રહેવાથી નિજસ્વરૂપ જેમ છે તેમ ભાસવું સંભવે છે. અભ્યાસ જોઈએ.
દુઃખનો અભાવ કરવાને સર્વ જીવ ઇચ્છે છે, જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે, કર્મનું બીજ રાગ-દ્વેષ છે.”
નાના-મોટા સર્વ જીવ દુઃખથી બચવા પ્રયત્ન કરતા રહે છે, તે દેહનાં લક્ષથી થાય છે. આત્મલક્ષથી તો પરિભ્રમણ દુઃખ છે, તેનું કારણ કર્મ છે અને કર્મનું કારણ રાગ-દ્વેષ-અજ્ઞાન-કષાય વગેરે વિભાવમાં રહેલું છે.
“સમ્યકજ્ઞાનથી સમ્યક્દર્શન થાય છે.” જ્ઞાનની મુખ્યતા કેવળજ્ઞાન સુધી જોવામાં આવે છે તે યથાર્થ છે. જેમાં શ્રદ્ધા કરવી છે, તેનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. શ્રદ્ધા દ્રઢ થતા જ્ઞાન વિશુદ્ધ થતું જાય છે આમ બન્ને પરસ્પર સહાયક જણાય છે.
ઉદયનાં ધક્કાથી ધ્યાન જ્યારે છૂટી જાય ત્યારે તેનું અનુસંધાન ત્વરાથી કરવું.”
આત્મધ્યાન મોક્ષ પ્રાપ્તિનો મુખ્ય ઉપાય છે. પૂર્વ પ્રારબ્ધવશ અંતરાય થતા ધ્યાન છૂટી જાય તો ફરીથી ધ્યાનમાં સ્થિર થવાનો પ્રયત્ન કરતા રહેવું જરૂરી છે. અન્યથા વિભાવમાં પ્રવર્તવાનું થશે.
ઇ%e0%e04 પ્રશાબીજ - 282 kટાઇટ®િ