________________
બોધપાઠ-૯૨
(0) શ્રીમદ્જીનું મનોમંથન-૩ (0)
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ્જીને સમક્તિ-સમ્યક્દર્શન ક્યારે પ્રગટ્યું તે ચોક્કસ જાણી શકાતું નથી. પણ તેમનાં હસ્તે લખેલાં “ધન્ય રે દિવસમાં શુદ્ધ સમક્તિ વિ.સં. ૧૯૪૭માં અર્થાતુ ૨૪માં વર્ષમાં પ્રગટ્યું તેમ દર્શાવ્યું છે અને પછીથી ક્ષાયિક સમક્તિ દશા પણ પ્રગટ થયાનું પણ તેમનાં એક પત્રથી જાણી શકાય છે. આવી સમક્તિ દશા પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતા નોંધપોથીમાં લખે છે :
“હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આ અનાદિ અનંત સંસારમાં અનંત જીવો તારા આશ્રય વિના અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રૂચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કતકત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.”
આ પ્રકારે સમક્તિ દશા પ્રગટ્યાથી ઉત્તરોત્તર ઊંચી દશાએ વીતરાગતા પ્રગટાવી લગભગ કેવળજ્ઞાન દશાનો સ્પર્શ કરેલો છે.
ઇakબે પ્રજ્ઞાબીજ - 263 views