________________
બોધપાઠ-૫૨
-
કષાય મુક્તિ-૪
માનવજીવો અનાદિનાં કુસંસ્કારના પરિણામે નિરર્થક કષાયભાવ કરી કર્મબંધ કરતા જોવા મળે છે, પરંતુ તેનું તેને જ્ઞાન-ભાન નથી અને એમાં તેને કંઈ દોષ જણાતો નથી. આમ અજ્ઞાન દશામાં બહુ બહુ કર્મ બંધ થતો હોય છે. જીવ સહજ વિચારે આ દોષથી મુક્ત થઈ શકે છે.
સવારે છાપું વાંચતો હોય અને કોઈ ખૂન-લૂંટ-બળાત્કાર જેવા સમાચાર વાંચીને દ્રવી ઉઠે અને ભાવ કરે કે આવાને ગોળીએ દેવા જોઈએ, ફાંસી દેવી જોઈએ વગેરે વિભાવ કરી નિરર્થક કર્મબંધનું કારણ સેવે છે. જે ઘટના ઘટી છે તેનો ન્યાય આપણે કરવાનો નથી એ જાણતા છતા વિભાવ કરીએ, વળી સમાચારમાં કેટલું સત્ય, કેટલું કલ્પિત છે તે પણ જાણતા નથી. તો પણ કષાયભાવ કર્યો જ ને ?
સિનેમા જોતા હિરો વિલનને મારે તે જોઈને રાજી થાય. વિલન હિરોને મારે તે જોઈને દુઃખી થાય. વિના કારણ આમ રાગ-દ્વેષ થાય. વળી સિનેમા
NAGARA
પ્રજ્ઞાબીજ * 133 Basarano