________________
૩૧માં વર્ષમાં શ્રીમદ્જીએ કેટલાંક વચનો લખ્યાં છે તે પૈકી થોડા વચનો લક્ષમાં આવે છે તે જોઈએ :
ખેદ નહીં કરતાં શુરવીરપણું રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષપાટણ સુલભ જ છે.”
કોઈ પણ જ્ઞાનીના આ બોધેલા માર્ગ ઉપર ચાલવું-પુરુષાર્થ કરવો તે કઠણ તો છે જ. જેને આ માર્ગે ચાલવું છે તેનામાં નિષ્ઠા, શ્રદ્ધા અને ધીરજ હોવાનું જરૂરી છે. વળી પૂર્વ કર્મનો કોઈ વિપાક પણ માર્ગમાં અવરોધક બની શકે છે, તેને ઓળંગી જવાનું સાહસ પણ જોઈએ. આ બધું જેણે પ્રથમથી જ પ્રાપ્ત કર્યું હોય તેને માર્ગ સુલભ છે. લક્ષ પ્રાપ્તિ માટે ધીરજ જોઈએ. પ્રતિકૂળતા આવ્યે ખેદ ન થવો ઘટે.
“મુમુક્ષુપણું જેમ દૃઢ થાય તેમ કરો.”
ઘણી યોગ્યતા-પાત્રતાથી મુમુક્ષુ થવાય છે. મુમુક્ષુ સાધક છે. સાધનાનો માર્ગ કઠણ હોય છે. મોક્ષનો લક્ષ છે જેનો એવા મુમુક્ષુએ ધીરજપૂર્વક આગળ વધતાં રહેવાથી વિશેષ ગુણવૃદ્ધિ થાય છે. સદાચાર, સરળતા, કષાયોની મંદતા, જ્ઞાનીની આજ્ઞા પ્રત્યે દઢતા, અને પ્રમાદનો ત્યાગ જેવા ગુણો, મુમુક્ષુને તેનાં લક્ષની પ્રાપ્તિ થવામાં અનિવાર્ય સમજવા જરૂરી છે. શ્રાવક કરતા પણ મુમુક્ષુ વધુ યોગ્યતાવાળો હોવો જોઈએ એ અપેક્ષાએ મુમુક્ષુ શબ્દ પ્રયોજ્યો છે.
દેહથી ભિન્ન સ્વપપ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે, આર્યજનો અંતર્મુખ થઈ, તે આત્મામાં જ રહો. તો અનંત અપાર આનંદ અનુભવશો. કિંચિત્ માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.”
ધર્મધ્યાનનાં ઘણાં સાધનો શાસ્ત્રોમાં કહ્યાં છે, જેમાં ઘણાંખરાં બાહ્ય સાધન છે. બાહ્ય સાધન ઘણું કરીને પુણ્યનું કારણ બને છે, જેનાં પરિણામે સારી ગતિ મળે છે. કેટલાક આંતરિક સાધન છે, તેમાંનું મુખ્ય સાધન અસંગતતા અને અંતર્મુખતા છે. આ મોક્ષનું કારણ બને છે. જગતનાં પદાર્થો
ઇAિZA પ્રશાબીજ 246 bookઇ8િ