________________
અને સંબંધોનું વિસ્મરણ કરી સાધક અંતર્મુખ થઈને ત્વરાએ મોક્ષનો અધિકારી બને છે. બાહ્ય સાધન પણ અંતરંગ સાધનનું કારણ બની શકે છે, પણ તે માટે સાધક જાગ્રત હોવો ઘટે. અસંગતા માટે પર પદાર્થોની આસક્તિ છોડવી જ રહી. આ બધું કર્યાથી ઉત્તરોત્તર આત્મા નિર્મળ થાય છે, શુદ્ધ થાય છે. જેટલી શુદ્ધિ તેટલી સિદ્ધિ છે.
શ્રી સૌભાગનાં સાથી-સત્સંગી એવા શ્રી ડુંગરશીભાઈ સાયલામાં જ રહેતા હતા. એ બંનેએ શ્રીમદ્જી સાથે પ્રત્યક્ષ સમાગમ સારી પેઠે કર્યો હતો અને પત્રો દ્વારા પણ ઘણાં સમાધાન પ્રાપ્ત કરી શક્યા હતા. આ ડુંગરશીભાઈને શ્રી સૌભાગનાં સમાધિ મૃત્યુની છેવટની દશા નજરે જોયાથી વૈરાગ્ય દેઢ થયો અને શ્રીમદ્જી પ્રત્યે નિષ્ઠા-ભક્તિ બળવાન થઈ હતી. ડુંગરશીભાઈનું આયુષ્ય સમાપ્ત થવા આવ્યું છે તેમ જાણીને શ્રીમદ્જીએ તેમને સમાધિમરણ થાય તેવો પત્ર(૮૩૩) લખ્યો છે તે જોઈએ.
“દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તલવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહાપુરુષોને જીવન અને મરણ બંને સમાન છે.”
“સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સખસ્વરૂપ માત્ર એકાંત શદ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપ ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ”
આ પ્રકારનો પત્ર વાંચી-સાંભળીને શ્રી ડુંગરશીભાઈ પોતાનાં સ્વરૂપમાં નિમગ્ન થઈ, સર્વ સંબંધો પ્રત્યેથી નિવૃત્ત થઈ, સર્વ સ્પૃહા તજીને એકજ દિવસરાતમાં દેહત્યાગીને, સમાધિપૂર્વક ઉત્તમ ગતિને પ્રાપ્ત થયા. શ્રીમદ્જીએ પણ લખ્યું, “સમાધિ સહિત દેહમુક્ત થયા.” ધન્ય છે આવા જ્ઞાનીની નિષ્કામ કરુણાને, અને તેનાં આશ્રિતને.
ની&િઇટને પ્રશાબીજ • 247 base