________________
બોધપાઠ-૮૬
(0 શ્રીમદજીનો તત્વબોધ-૧૪ (6)
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ્જીનાં ૩૦ વર્ષ સુધીનાં કાળ પૈકી શ્રી સૌભાગ સાથેનાં સમાગમનો જે લગભગ સાત વર્ષ રહ્યો તે હવે સમાપ્ત થયો. શ્રી સૌભાગને શ્રીમદ્જીએ લખેલા પત્રો સૌથી વધુ - ૨૫૦ જેટલાં શ્રી રાજચંદ્ર ગ્રંથમાં પ્રકાશિત થયા છે. આટલા બધા પત્રો અન્ય કોઈને લખાયા નથી. વળી આ બધાં જ પત્રો પરમાર્થ માર્ગનાં રહસ્યોથી ભરપુર છે. શ્રીમદ્જીને પણ શ્રી સૌભાગ એક વિશ્રાંતિરૂપ લાગ્યા છે. શ્રી સૌભાગનાં વિયોગ પછી શ્રીમદ્જીએ પોતાના આયુષ્યનાં છેલ્લા ચાર વર્ષમાં પ્રમાણમાં થોડા જ પત્રો લખ્યા છે. તે સુચવે છે કે શ્રીમદ્જીનું હૃદય શ્રી સૌભાગ પ્રત્યે જેટલું ખુલ્યું તેટલું બીજે ખુલતું નથી. બે મહાપુરુષોનું કોઈ પૂર્વનું ઋણાનુબંધ જાણે કે સમાપ્ત થયું. મુમુક્ષુ જગત ઉપર શ્રી સૌભાગનો આ પ્રકારે નિમિત્ત કારણરૂપ મોટો ઉપકાર છે. જે કદી વિસ્મરણ થવા યોગ્ય નથી. ફરી ફરી આ મહાત્માને વંદન હો, વંદન
ઇakબે પ્રજ્ઞાબીજ •245 views