________________
“ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતા, વિલય થતાં નહિ વાર.” માનવજીવ ગમે તે મત, સંપ્રદાયના અવલંબને ધર્મધ્યાન કરતો હોય, તે દરેકે આ પરમ સત્ય સમજવું જ રહ્યું કે સમસ્ત સંસાર-પરિભ્રમણનું કારણ મૂળમાં એક જ છે અને તે છે જીવનો પરપદાર્થ પ્રત્યેનો મોહભાવ. મોહભાવ એવો તો ગાઢ છે કે ભલભલા મુનિઓને પણ છૂટવો અતિ દુષ્કર છે. તો પણ મોહ છૂટ્યા વિના મોક્ષ માટે કોઈ પણ પુરુષાર્થ નિષ્ફળ જ છે. જૈનમત અનુસાર ચૌદ ગુણસ્થાનકોની યાત્રામાં બારમાં ગુણસ્થાનકના અંત સુધી આ મોહ સર્વથા છુટતો નથી એમ કહ્યું છે તે જ મોહનું બળવાનપણું સિદ્ધ કરે છે. પરંતુ પ. પુ. દેવ શ્રીમદ્જીએ અત્યંત સહેલો-સરળ ઉપાય બતાવી દીધો, ગાથાનાં બીજા ચરણમાં કે....
“અંતર્મુખ અવલોકતા, વિલય થતા નહિ વાર.” આત્મા પોતાનાં નિજસ્વરૂપમાં, નિજસ્વભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે, અંતરાત્મા પ્રત્યે દૃષ્ટિ કરે, સ્વસંવેદન પામે એટલું જ બસ છે. કોઈ વ્રત, તપ, જપ આદિની પણ તેને આવશ્યકતા નથી. સ્વરૂપમાં સ્થિર થવામાં કોઈ રોકનારું નથી, કોઈને પુછવાની જરૂર નથી, કોઈની સહાય લેવાનું જરૂરી નથી. જગતનાં સર્વસંયોગી જડ-ચેતન પદાર્થો ઉપરથી ઉપયોગ પાછો વાળી સ્વસ્વરૂપમાં તે ઉપયોગને જોડી દે તે પુરતું છે. નિરાલંબી થઈને સ્વપુરુષાર્થ વડે આ કાર્ય સિદ્ધ કરવાનું છે, સમજે તો સરળ છે.
%e0%ઇ પ્રશાબીજ •256
જટિટિ9િ