________________
છે, કોઈ નિરાશ્રિત છે, કોઈ રોગી છે - આવા જીવોની સારસંભાળ લેવાનું જરૂરી છે. તેવું જ્યારે મનમાં થઈ આવે છે ત્યારે ત્યાં કરુણાભાવ કામ કરે છે. અન્ય પ્રત્યે જો ચિત્તમાં કરણાનો ભાવ ન આવે તો સહાયક બની શકાતું નથી.
માનવ-માનવ પ્રત્યેની કરુણાભાવનાથી આગળ વધીને તિર્યંચ પશુપંખી, જંતુઓ, જળચર વગેરે) પ્રત્યે કરુણાભાવ રાખવાનું ધર્મશાસ્ત્રોનું ફરમાન છે, કેમ કે તેમની સાથે આપણું જીવન પરસ્પરનાં સહાયકારી સંબંધથી જોડાયેલું છે. વળી તિર્યંચો વધુ પરાધીન છે, માટે તેમની વિશેષ કાળજી લેવાનું જરૂરનું છે. વળી તે અબોલ જીવો છે તે માંગી શકતા નથી. આપણે માનવો વધુ સારી દશામાં છીએ તેનું કારણ પ્રત્યક્ષ કે પરોક્ષ આ તિર્યંચો છે, તે વિચાર કરતા તુરત સમજાય છે.
દાન અને સેવાનાં ઘણાં ક્ષેત્રો માનવ સમાજમાં જ જોવા મળે છે. તે આ કરુણાભાવનું પરિણામ છે. સૌથી વધુ પ્રાથમિકતા આહારદાનની છે પછી વસ્ત્રદાન, ઔષધદાન અને આશ્રયદાન તે કરુણાભાવના અંગ છે. વિદ્યાદાન પણ ઉત્તમ દાન છે. આ બધાં જ વ્યવહાર કરૂણાનાં સ્વરૂપ છે. આ ઉપરાંત પારમાર્થિક કરુણા બહુ જ મહત્ત્વનું અંગ છે.
પ્રત્યેક જીવાત્મા અનંતકાળથી જન્મ-મરણરૂપે ફરીફરી પરિભ્રમણ કરી રહ્યો છે. તેનું કારણ જે-તે જીવનાં પૂર્વ કર્મ છે. જીવ જુના-પૂર્વનાં કર્મ ભોગવે છે અને એ સમયે ફરી નવા કર્મ બાંધે છે. આ વિષચક્ર અનાદિથી ચાલી રહ્યું છે. કોઈ-કોઈ વિચક્ષણ પ્રજ્ઞાવાન પુરુષોએ સૂક્ષ્મ ચિંતન કરી તે વિષચક્ર ભેદવાનો ઉપાય શોધી કાઢ્યો અને જગતનાં જીવોને તે ઉપાય સહજભાવે બતાવ્યો, બોધ્યો. આ બહું મોટી કરણા છે. જેમને બોધ્યો તેમની પાસેથી તેમને કંઈ જ મળતું નથી – મેળવવું પણ નથી. માત્ર નિષ્કામ બુદ્ધિ અને અનંતી કરુણાં જ કાર્યકારી બની રહે છે. વળી આ પરંપરા સદા ચાલતી રહે તે માટે ગુરુ-શિષ્ય પરંપરા અને શાસ્ત્રોની રચના રૂપે વ્યવસ્થા ઉભી કરતા જ રહ્યા.
ની&િઇટને પ્રશાબીજ •43 base