________________
માનવ જગતમાં પ્રવર્તતા પ્રત્યેક ધર્મમતમાં જપ, તપ, આદિ ક્રિયાની મુખ્યતા કરીને માનવોને શુભ ભાવ-ક્રિયામાં પ્રેરવામાં આવે છે, પણ તેથી પુણ્ય મળે જે સારી ગતિનું કારણ બને, મોક્ષનું સીધું કારણ બનતું નથી. શ્રીમદ્જીએ. અત્રે મોક્ષનું સીધું જ કારણ “સતુના ચરણમાં રહેવું” તેમ બતાવ્યું છે. સત્ મુખ્યતાએ નિજ આત્મસ્વરૂપ છે. જીવાત્મા આત્મસ્વરૂપમાં જેટલો સમય સ્થિતિ કરે તેટલો સમય મોક્ષનો અનુભવ કરેનિરંતરની સ્થિતિ પૂર્ણ મોક્ષનું કારણ બને છે. આ પ્રકારે સાધકને આત્મધર્મનો લક્ષ કરાવી મોક્ષનો સચોટ ઉપાય બતાવ્યો. સદેવ અને સતગુરુ પણ ગૌણતાએ મોક્ષનું કારણ છે. જોકે જપ, તપ આદિનો નિષેધ કર્યો નથી, પણ આત્મલક્ષ પૂર્વક ન થાય તો સફળ નથી તેવી સ્પષ્ટતા પણ કરેલી છે. માનવજીવો ઘણું ખરું બહિરાત્મભાવમાં જ હોય છે, તેને અંતરાત્મદશાનો લક્ષ અત્રે કરાવ્યો છે તે મુમુક્ષુ-સાધકે ખાસ ધ્યાને લેવાનું જરૂરી છે. આ બહુ બહુ મોટો ઉપકાર કર્યો છે.
સાધકની યોગ્યતા-પાત્રતા વધવા માટે ઉપાય લખે છે :
જગત આત્મારૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં.”
શ્રીમદ્જીએ જીવનો મોટો દોષ-દેહાભિમાન ક્ષય થવા ઉપાય બતાવ્યો : “ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી.” વેદાંત માર્ગમાં અને અન્ય માર્ગમાં પ્રભુભક્તિ માટે આ સુત્ર ઘણું જ પ્રચલિત છે અને ખરેખર જીવનો અહંભાવ છૂટવા માટે ખુબ જ કાર્યકારી છે તે વાતનો શ્રીમદ્જીએ સ્વીકાર કરી તેમ કરવા ભલામણ કરી છે.
શ્રીમદ્દજી, નિજ દશા જે સિદ્ધ કરી છે તે વ્યક્ત કરતાં લખે છે :
સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી.”
ઇakબે પ્રજ્ઞાબીજ •209 views