________________
સ્વીકાર કરીને નિશ્ચય કરે છે કે જ્ઞાનીનું કથન પૂર્ણ સત્ય છે, માટે વિકલ્પ કર્તવ્ય નથી, તેને સંસાર પ્રત્યે રાગ છુટી જાય છે અને વૈરાગ્ય ભાવ થઈ આવે છે.
જ્ઞાનીઓ સંસારને સાગરની ઉપમા આપે છે તે કેટલી યથાર્થ છે. સાગર ખારો છે તેમ સંસાર પણ ખારો છે. ત્યાં મિઠાશનો અનુભવ થતો નથી. પૃથ્વી ઉપર વરસાદ વરસે છે તે પાણી બધેજ મીઠું છે, પણ જેવું સાગરમાં સ્થિતિ કરે કે તુરત ખારું થઈ જાય છે. એમ જીવાત્મા સંસારમાં સ્થિતિ કરે છે ત્યાં સુધી અજ્ઞાન, રાગ, દ્વેષ આદિ ખારાશથી મુક્ત થતો નથી. મુક્ત થતાં જ પૂર્ણ મિઠાશ ધારે છે. સંસાર અને સાગર અગાધ છે તેનું યથાર્થ માપ કાઢી શકાય નહીં. સાગરમાં સતત મોજા ઉછળે છે તેવી જ રીતે સંસારી જીવને સુખ-દુઃખ રૂપ અવસ્થા ભરતી-ઓટની જેમ વેદાય છે.
સંસારનું આ સ્વરૂપ જાણી તેમાંથી મુક્ત થવા, સંસાર પ્રત્યે, તેનાં સર્વ પદાર્થો પ્રત્યે વૈરાગ્ય થઈ આવવો તે સંસાર ભાવનાનો મહિમા છે.
Lalala neoRex • 57 Balata*