________________
પરમપુરુષની દેહધારી દશામાં પણ જે પ્રવૃત્તિ છે તેનું સુક્ષ્મ અવલોકન કરાય તો તેમનો નિશ્ચય પણ પ્રત્યક્ષ ભાસે છે. આવા પરમપુરુષ દેહધારી છતાં પ્રગટ આત્મારૂપ દેખાય છે.
“આત્મવીર્ય પ્રવર્તાવવામાં અને સંકોચવામાં બહુ વિચાર કરી પ્રવર્તવું ઘટે છે.’
આત્મહિત-૫૨માર્થની પ્રવૃત્તિમાં આત્મવીર્ય શૂરવીરપણે પ્રવર્તે તે યોગ્ય છે અને સંસાર પ્રત્યયી પ્રવૃત્તિમાં સંકોચથી પ્રવર્તે તે પણ યોગ્ય છે. જીવાત્માનો લક્ષ આત્મહિત સિવાય અન્ય કોઈ પણ ન હોય તે મુમુક્ષુતાનું લક્ષણ છે, તેમ સમજાય છે.
“સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે, તે રસ્તે પરમાત્મપણું પ્રગટે છે.’
પ્રત્યેક જીવાત્મા પરમાત્માનો અંશ છે, તે વેદાંત માર્ગની રીતે વિચારતા જીવમાં પરમાત્મપણું છે જ. જૈનમતથી પણ જે કોઈ પ૨માત્મસ્વરૂપ થયા છે તે જીવાત્માની દશામાંથી જ થયા છે. અર્થાત્ પ્રત્યેક જીવમાં ૫૨માત્માદશા શક્તિપણે રહેલી છે જ. પરંતુ કર્મનું આવરણ ટળીને પ્રત્યક્ષ-પ્રગટ થાય તેને પરમાત્મા કહેવું તે યોગ્ય છે. એવી દશા પ્રાપ્ત થવા માટે સત્ જિજ્ઞાસુ, મુમુક્ષુ થવું.
“જગતનાં સર્વ પદાર્થ કરતા જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ તે પણ દુ:ખનો હેતું છે તો બીજા પદાર્થોમાં સુખના હેતુની શું કલ્પના કરવી.’
આત્માને જે દેહનો સંબંધ છે. તેમાં અત્યંત પ્રીતિ હોય છે. જો કે દેહ પણ આત્માને સંયોગ સંબંધે છે, સ્વાભાવિક સંબંધ નથી. આવો દેહ જરા, રોગ, આદિ દુઃખરૂપ અનુભવાય છે તો પછી દેહના આધારે રહેલાં અન્ય સ્વજન, સંપત્તિ આદિમાં સુખ કેમ હોય ?
8488 શાબીજ + 229 pararao