________________
૭. આ લોકમાં મારો કર્મ વ્યાપાર ચોરાસી લાખ શાખામાં ચાલે છે.
હે ગુરુદેવ, આતો મેં મુખ્ય-મુખ્ય રોગ કહ્યા છે, બાકી તો અનેક છે, કેટલાં કહું ? આપ મારી નાડ તપાસીને બીજા જાણી લેજો. હવે પ્રભુ આપજ કહો આ રોગની ઓળખ શી છે ?
શું કહ્યું પ્રભુ ? ભવ રોગ છે ? મેં તો આવું રોગનું નામ તો ક્યારેય સાંભળ્યું નથી. ખેર જે હોય તે, મારે જાણીને શું કામ ? મને એટલું જ કહો, આ રોગનો ઉપાય છે ? પ્રભુ હવે આ રોગ બહું પીડા આપી રહ્યો છે. હું હવે થાક્યો છું, ત્રાસ પામ્યો છું. આપને યોગ્ય લાગે તે ઔષધ આપો, હું સેવન કરીશ, ભલે અતિ કડવું ઔષધ હશે તો પણ ગ્રહણ કરીશ.
શું કહ્યું પ્રભુ ! વાઢ-કાપ કરવી પડશે ? ઠીક છે, આપને ઠીક લાગે તેમ કરો. પણ પ્રભુ વાઢ-કાપ થાય ત્યારે બહુ પીડા થતી હોય છે, માટે એનેસ્થેસિયા આપવાનું ચુકાય નહીં હો ! આપે બોધેલો સ્મરણ મંત્ર એનેસ્થેસિયાનું કામ આપે છે. હું મંત્ર સ્મરણ કરતો રહું તે દરમ્યાન વાઢ-કાપ કરી લેજો ને ! પ્રભુ, આપે કંઈક પરેજી રાખવાની વાત કરી ? શું કહ્યું? દેહાધ્યાસ છોડવો પડશે ? પ્રભુ, આ કેમ થઈ શકે ? આ જીવે ક્યારેય દેહ રહિત અવસ્થા અનુભવી નથી. દેહાધ્યાસ કેમ છોડવો ? પ્રભુ, અમારા તરફનાં એલોપથી અને હોમિયોપથી ડૉક્ટરો તો આવું કહેતા નથી. આ તો નવી વાત છે. પણ હા તમે તો કોઈ ત્રીજી પેથી (મોક્ષપથી)નાં નિષ્ણાંત છો ને ? મારી સમજમાં આવી ગયું. આપનો ઈલાજ અલગ પ્રકારનો હોય છે. કંઈ વાંધો નહીં. મને એ પરેજી પણ મંજૂર છે, બસ ? તો આપ સત્વરે મારા રોગનો (ભવ રોગનો) ઈલાજ શરૂ કરી દો. હું આપને વચન આપું છું કે આપ જે ઉપાય કરશો તે પ્રમાણિકતાથી સ્વીકારીશ. લો, મારું નિવેદન પણ જરા સાંભળજો :
ની&િઇટને પ્રશાબીજ • 22 base