________________
બોધપાઠ-૩
છે
શરણાગતિ
છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
હે, આત્મન, તેં પૂર્વે પણ ઘણાં ગુરુઓ ધાર્યા છે. તેમનાં બોધેલા માર્ગે પ્રવૃત્તિ પણ કરી છે, વ્રત, જપ, તપ, તીર્થયાત્રા, સેવા, પૂજા, દાન જેવા અનેક ધર્મ કાર્યો કર્યા છે. તો પણ પરિભ્રમણનો અંત કાં ન આવ્યો ? આ વાત વિચારતા એવું પણ લાગ્યું કે આ બધી જ ધર્મ પ્રવૃત્તિ મિથ્યા છે. જો તેમ ન હોય તો કોઈ પણ ક્રિયા “અફળ નથી” એવું આપનું વચન સિદ્ધ કેમ થતું નથી ? ન્યાય, નીતિ, સદાચાર વગેરે ગુણો જે મનુષ્યોમાં પ્રત્યક્ષ વહેવારથી જોવા મળે છે, તેઓ બહુધા દુઃખી-નિર્ધન-નિઃસહાય જોવામાં આવે છે અને જેઓ દુરાચારી, ચોર, લંપટ અને અનાચારમાં પારંગત હોય તેઓ દુન્યવી સુખ-વૈભવ સહેલાઈથી પ્રાપ્ત કરી લે છે. આમ કેમ ? પરંતુ પ્રભુ, પૂર્વનો કોઈ શુભ સંસ્કાર આવા વિચારથી પાછો વાળે છે, કહે છે કે જ્ઞાનીનું વચન મિથ્યા ન હોય. તેમને મિથ્યા વચન કહેવાનો આશય શું? તેમને કોઈ અપેક્ષા તો છે નહીં, લાભ થતો નથી. એમની આજ્ઞા હું સ્વીકારુ તો પણ તેમને લાભ નથી, ન સ્વીકારું તો હાનિ નથી. ત્યારે હવે કેમ કરવું તે વિટંબણાં થાય છે.
ની&િઇટને પ્રશાબીજ • 18 base