________________
“લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન.’
કુળધર્મની પરંપરા અનુસાર વ્રત, જપ, તપ આદિ કરતો રહે, પણ આમ કરવાનો હેતુ જાણતો નથી, તેથી સફળતા મળતી નથી. નવકારમંત્રની કેસેટ હજા૨ વા૨ વાગે તેથી કેસેટનું કલ્યાણ થતું નથી તેવું આ બધા લક્ષ વગરનાં ક્રિયાકાંડનું સમજવું જરૂરી છે. વળી જે વ્રત આદિ સમજણ વગ૨ કર્યે જાય અને વધુમાં તે માટે અહંકાર, અભિમાન કરે જેથી જરા જેટલું ફળ, મળ્યું હોય તે પણ નાશ પામે છે. આમ શુભ ફળથી પણ વંચિત રહે છે.
=
વ્રત કરે તે વ્રતી છે, વ્રત સાધન છે, વ્રતી સાધક છે – ચેતન આત્મા છે. આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે વ્રત કે જે સાધન માત્ર છે તેનો અપરંપાર મહિમા તેને છે પણ વ્રતી જે પોતે છે તેનું તો સ્મરણ પણ થાય નહીં, કેવળ વિસ્મરણ હોય ત્યાં લાભ કેવો અને કોને ? વ્રતઆદિનાં પરિણામે જીવમાં જો સમભાવ, સમતા, શાંતિ જેવા ગુણો પ્રગટતા નથી તો સમજવું કે વ્રતઆદિની તેની પ્રવૃત્તિ અને અંદરની વૃત્તિનો મેળ નથી જ. આવો મતાર્થી સાધક શું પ્રાપ્ત કરશે ?
*
CAKE પ્રશાબીજ * 148 parava