________________
૩. સાધકનો પુરુષાર્થ પ્રમાણિક અને મૌલિક હોવો જરૂરી છે. ૪. સાધકની સાધના અન્ય જીવોને હાનિકર, વિક્ષેપરૂપ કે ઘાતક ન હોય
તેની પૂરેપૂરી સાવધાની રાખવામાં આવે. ૫. સાધકનું મન ખૂલ્લું હોવું જોઈએ. સત્યનો સ્વીકાર કરવા તત્પર, પોતાની
ભૂલ જણાયે તુરત દુર કરે. ૬. સાધકમાં સજીજ્ઞાસા ખૂબ જરૂરી માનવી. જ્યાં પણ શંકા થાય તેનું
સમાધાન વિનમ્રભાવે આગળ વધેલા એવા સાધક પાસે વિના સંકોચે
મેળવવા માટે પ્રયત્ન કરે. ૭. જે કંઈ સિદ્ધિ મળી હોય તેને પ્રદર્શીત કરવાની વૃત્તિ ન રાખતા વધુ
બળવાન સિદ્ધિ માટે પુરુષાર્થ કરતો રહે. ૮. સાધનામાં ખૂબજ ધીરજ રાખે. પરંતુ પ્રમાદ ન કરે. ૯. પ્રાપ્ત થયેલી સિદ્ધિ અન્ય જીવોને ઉપકારી થાય. સ્વ-પર કલ્યાણનું
કારણ થાય તેવી ભાવના રાખે.
૧૦. પ્રાપ્ત થયેલી સિદ્ધિ માટે અહંકાર ન થાય, યશ, નામના, કીર્તિનો લોભ
ન જાગે તેવી સાવધાની રાખે. ૧૧. પ્રાપ્ત થયેલી સિદ્ધિનો શ્રેય, સાધનામાં સહાયક એવા ગુરુ કે શાસ્ત્રોને
આપે, લઘુતાભાવમાં રહે.
Laath Meuolet • 122 BASAUR