________________
કોઈનાં કારણે નથી પરંતુ પોતાનાં જ કારણે કર્મ બંધાય છે, કોઈના કર્મ અન્ય ભોગવતું નથી, સ્વકર્મ જ ભોગવે છે. કોઈનાં કારણે કે કોઈના આશીર્વાદ કે વરદાનથી આત્માનો મોક્ષ પણ નથી-સ્વપુરુષાર્થથી જ મોક્ષ છે. આ વાત સહજ વિચારતા સિદ્ધ થાય છે.
આત્માનું કંઈ છે જ નહીં અને આત્માને કશું જ જોઈતું નથી, તો પછી આત્માને કંઈ કરવાનું પણ રહેતું નથી. આત્માનું કંઈ જો હોય તો તેની સાર-સંભાળ લેવા કંઈ કરવું પડે અથવા કંઈ જોઈતું હોય તો પણ કંઈ કરવું પડે. પરંતુ નિર્ણય થયો કે મારૂં કંઈ નથી કે મારે કંઈ જોઈતું નથી ત્યારે કંઈ કરવાનું રહેતું નથી. અકર્તા ભાવમાં રહીને સહેજે થતી ક્રિયા, કર્મબંધનું કારણ થતું નથી.
હું પરમાત્માનો અંશ માત્ર છું, ત્યારે હું છુ એમ કહેવા માટે કોઈ જ કારણ લક્ષમાં આવતુ નથી, આવો ભાવ થવાથી જીવનો મમત્વ અને અહંભાવ ટકી શકતો નથી. આ મોટી સિદ્ધિ છે. કર્મબંધ અને પરિભ્રમણનું કારણ જીવનો અહંભાવ-મમત્વભાવ છે.
*
પ્રજ્ઞાબીજ * 87 parxxx48