________________
બ્રાહ્મણ કહી શકાય અને જે પૂર્ણ બ્રહ્મની અનુભૂતિ કરે છે, બ્રહ્મમય થઈ જાય છે, દેહાધ્યાસ છુટી જાય છે, આત્માકારતા સહજ થઈ જાય છે તે બ્રહ્માનું સ્વરૂપ છે, તેમ સમજાય છે.
આમ શુદ્ધાત્માની પ્રાપ્તિ માટે અનુભૂતિ માટે પૂર્ણ મોક્ષપદની પ્રાપ્તિ માટે આત્માનો લક્ષ અનિવાર્ય છે. આત્માનો લક્ષ સહેલાઈથી થવામાં આત્મભાવના ઉત્તમ સાધન છે. માત્ર માળા ગણવાની નથી, આત્મભાવમાં રહેવાનો અભ્યાસ નિરંતર કરવો પડશે તે માટે ૫૨ ભાવથી છુટવાનો અભ્યાસ પણ રાખવો પડશે. સ્વ-૫૨નો વિવેક થવા માટે ભેદજ્ઞાનની સમજ કેળવવી પડશે.
ઉત્તરભારતમાં વર્તમાનમાં વિહરમાન સ્વામી રામસુખદાસજીએ આત્મભાવના ચિંતવતા સાધકોને ખૂબજ ઉપકારી થાય તેવી વિચાર પદ્ધતિસુત્રરૂપે લખી છે :
(૧) મારું (આત્માનું) કંઈ નથી,
(૨) મારે કશુજ ન જોઈએ,
(૩) મારે પોતા માટે કશું કરવાનું નથી,
(૪) હું કંઈ જ નથી.
આ સુત્રો વિચારતા સહજ પ્રતિતી થાય છે કે આત્માને પોતાના સ્વરૂપ સિવાય તેનું શું હોઈ શકે ? કંઈ જ નહીં. દેહ, ઇન્દ્રીયો, અંગ-ઉપાંગ, મન, બુદ્ધિ, કર્મ, ધન, વૈભવ, સગા-સ્નેહી, જડપદાર્થો વગેરે કંઈજ આત્માનું છે ? ના નથી જ. આત્માને કર્મનાં કારણે દેહનો સંયોગ છે અને કર્મ ભોગવવા માટેનું દેહ તો સાધન માત્ર છે. આમ આત્માનું કંઈજ નથી તે વાત સ્વીકારવી જ રહી.
આત્મા પરિપૂર્ણ-સ્વયં પૂર્ણ, સર્વકાળમાં છે. આત્માનું અસ્તિત્વ(હોવાપણું) કોઈનાં કારણે નથી, તેનું નિત્ય હોવાપણું કોઈનાં કારણે નથી, તેને કર્મનો બંધ
A
પ્રજ્ઞાબીજ * 86 parava