________________
ખૂબજ અગત્યનું છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે થાય તે ધર્મપુરુષાર્થ છે, બાકી વ્યર્થ વ્યાયામ માનવો.
ઉદય આવેલા પ્રાચીન કર્મો ભોગવતા; નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે.” ટૂંકો છતા સચોટ ઉપાય પરિભ્રમણનાં અંત માટે આ વચનો લખાયા છે તે વિચારવા.
મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી.” ધર્મને નામે જેટલા મતભેદ જોવા મળે છે તેટલા મતભેદ સંસાર માટે જોવાતા નથી અને જ્ઞાની તો મતભેદ ટાળવાનું કહે છે. સાચા સાધકે કોઈ જ મતભેદ કે આગ્રહમાં નહીં પડતા આત્મભાવમાં સ્થિર થવામાં જ હિત માનવું જરૂરનું છે.
કર્મ એ જડ વસ્તુ છે. જે આત્માને એ જડથી જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય એમ અનુભવ થાય છે.” જીવાત્માને જડ એવા શરીર પ્રત્યે જે રાગ-મોહ છે તે તેનું અજ્ઞાન છે. શરીર તો કર્મનું પરિણામ છે, ભિન્ન પદાર્થ છે, પોતાનું સ્વરૂપ કેવળ ભિન્ન છે, આ વાત સમજવા માટે તે રાગ, તે મોહ તજવો પડશે. સમસ્ત સંસાર આ દેહમાં મોહ રાખ્યાથી છે.
શ્રી જુઠાભાઈને નિજસ્વરૂપમાં સ્થિર કરવા માટે લખે છે : “મારા પર તમારો રાગ રહે છે, તેને લીધે તમારા પર રાગ રાખવાની મારી ઇચ્છા નથી.” આ જ્ઞાની પુરુષનો કેવો સાક્ષીભાવ હોય છે તે દર્શાવે છે.
વેદાંતમાર્ગનાં પ્રખર વિદ્વાન શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી શ્રીમદ્જીનાં પરિચયમાં આવેલા. એક પત્રમાં શ્રીમદ્જી તેમને લખે છે : “સર્વ કરતા આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. જેમ ઉપયોગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે, તે માટે નિર્વિકાર દ્રષ્ટિની અગત્ય છે.” સાધકને મન આત્મજ્ઞાનનું મહત્ત્વ હોવું જરૂરી છે કેમ કે ધર્મ આત્મા માટે છે, આત્મકલ્યાણ માટે છે, મુક્તિ માટે છે, અન્ય હેતુએ થતી ધર્મક્રિયા આત્માને ઉપકારી નથી જ. બીજા પત્રમાં લખ્યું છે : “સર્વશાસ્ત્રનાં બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રયોજન
ઇAિZA પ્રશબીજ • 196 bakઇ8િ