________________
જેથી આત્મહિતનો વિચાર કે પુરુષાર્થ થતો નથી. આ માનવભવમાં જીવાત્મા આ સંબંધમાં વિચાર અને પુરુષાર્થ કરી શકે તેવી પુરેપુરી અનુકૂળતા છે.
અન્ય અપેક્ષાએ વિચારતા જણાય છે કે જીવને મોક્ષ(મુક્તિ)નાં સ્વરૂપનું જ્ઞાન-સમજ નથી, જેથી શુભ ક્રિયાથી મોક્ષ થાય છે તેમ માની દાન-પુણ્યજપ-તપ-વ્રત વગેરેમાં રાચે છે. આ બધું તો સારી ગતિનું કારણ છે. મોક્ષનું કારણ નથી એવું સદ્ગુરુ કૃપાથી જાણ્યું જેથી તેમને વંદન-નમન છે.
જીવાત્માને જ્યારે જ્યારે જે દેહ મળ્યો તેમાં જ પોતાપણાની માન્યતા કરી વર્તો પરંતુ દેહ તો ૫૨૫દાર્થ છે. પોતે ચેતન અને દેહ જડ એમ બંનેની જાત જુદી છે. પદાર્થો ભિન્ન છે. દેહનાં લક્ષે થતી ક્રિયાથી પરિભ્રમણનો અંત નથી. આત્માર્થે થતી ક્રિયા જ મોક્ષનું કારણ છે તેવું શ્રી સદ્ગુરુથી જાણ્યું માટે નમન છે.
સંસાર ગમે તેટલી અનુકૂળતાવાળો હોય, શાતારૂપ હોય, સંબંધો મીઠા હોય, કોઈ વાતે કમી ન હોય, માન-મોટાઈ પ્રાપ્ત હોય, અઢળક સંપત્તિ હોય, રાજ્યસત્તા હોય, ધર્મક્ષેત્રમાં આચાર્ય પદ મળ્યું હોય, લાખો અનુયાયી યજ્યકાર કરતા હોય, શાસ્ત્રોમાં પારંગત હોય પરંતુ નિજસ્વરૂપનું જ્ઞાન કે ભાન ન હોય, આત્મકલ્યાણની યથાર્થ પ્રવૃત્તિ ન હોય તો મોક્ષનું કારણ નથી, આવું સદ્ગુરુથી જાણ્યું તે અર્થે તેમને વંદન-નમન છે.
8488 પ્રશાબીજ +140/4Cast: ®