________________
“આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ.”
- ગાથા ૭૨ શિષ્ય આત્માર્થી છે, શાસ્ત્રોનો અભ્યાસુ છે અને તેની જાણમાં છે કે શુભ-અશુભ કર્મથી વર્તમાન જીવનમાં સુખ-દુઃખ અનુભવાય છે. પરંતુ આવા કર્મ જીવ શા માટે કરે ? કે પછી કર્મ જ કર્મનો કર્તા છે ? અથવા જીવનો સ્વભાવ જ કર્મ કરવાનો હોય અને એજ જીવધર્મ હોય એમ બને ? વળી કોઈ શાસ્ત્રો જીવને તો કેવળ અસંગ ઠેરવે છે અને પ્રકૃતિ કર્મબંધનું કારણ છે તેમ કહે છે તો વળી કોઈ કર્મનાં કારણરૂપ ઈશ્વર(ઈશ્વરેચ્છા) માને છે. જો આમ હોય તો જીવનો મોક્ષ કેમ કરીને થાય જ નહીં. તો પછી મોક્ષ ઉપાય શા માટે કરવો ? અને જો જીવ કર્મનો કર્તા ઠરતો નથી તો ભોક્તા પણ કેમ બને ? આમ જીવને કોઈ પ્રકારે કર્મનું બંધન છે તે વાત સિદ્ધ થતી નથી અર્થાતુ જીવ તો અબંધ છે તો પછી મોક્ષ પુરુષાર્થનો કોઈ હેતુ જણાતો નથી. વળી કર્મ કરવાનો જીવનો સ્વભાવ જ હોય તો કોઈ પદાર્થ પોતાનો સ્વભાવ જ ત્યાગી દે તો પાછળ શું બચે ? પદાર્થનું અસ્તિત્વ જ રહેતું નથી, તો ખરેખર રહસ્ય શું છે ?
%e0%ઇ પ્રશાબીજ 158
કિટિ9િ