________________
અભ્યાસ કરવો, તે ઉપાય છે. યથાર્થ આત્મભાવના ભાવવાની આ સચોટ પદ્ધતિ છે, તેમ લાગે છે.
આ સર્વ વિભાવયોગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાય સંતોષ પામે એમ લાગતું નથી.”
સ્વભાવ-નિજભાવ છોડીને આત્માનો ઉપયોગ જ્યાં પણ, જ્યારે પણ જોડાય છે તે વિભાવમાં જ જોડાય છે તેમ સમજાય છે. પૂર્વ કર્મ ઉદયરૂપ વિભાવમાં રહેવાનું થાય તે એક વાત છે અને સ્વેચ્છાએ, રંજીતભાવે વિભાવમાં રહે તે જુદી વાત છે – વિવેક કર્તવ્ય છે.
જો આ જીવે તે વિભાવ પરિણામ ક્ષીણ ન કર્યો તો આ જ ભવને વિષે તે પ્રત્યક્ષ દુઃખ વેદશે.”
વિભાવ-વિપરિત ભાવથી પ્રવર્તતા સંસારિક સંબંધો પણ કલેશમય બને છે અને તે સ્વ-પર બન્નેને દુઃખનું કારણ બને છે.
“હે જીવ, અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા.”
જ્ઞાનીઓ સંસારી જીવને સમયે-સમયે અનંત કર્મનો વ્યવસાયી કહે છે, તે વ્યવસાય કેવળ અસાર છે, તેમાંથી નિવૃત્ત થવાનું કહે છે.
“હે જીવ, હવે તું સંગ નિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર.”
સર્વ સંગ દુઃખનો હેતુ છે, કેવળ સત્સંગ સુખરૂપ છે આ પરમ સત્ય લક્ષમાં રાખી સતુપુરુષનો સંગ કરવો, તે ન હોય તો સતુશાસ્ત્રનું શ્રવણ, વાંચન, ચિંતન કરવું તે પણ સત્સંગ જ છે. કર્મબંધથી નિવૃત્ત થવાનો ઉપાય છે, નવા કર્મથી બચવાનો પણ એજ ઉપાય છે.
ની&િઇટને પ્રશાબીજ • 259 base