________________
પણ આત્મકલ્યાણ માટે તો સત્પુરુષ, સદ્ગુર, અનુભવી ગુરુની નિશ્રામાં જ સાધના કરીને મુક્ત થઈ શકે. ઈન્દ્રભૂતિ ગૌતમ તેમનાં કાળમાં મહાપંડિત હતા, શાસ્ત્રોમાં પારંગત હતા પરંતુ મુક્તિ તો મહાવીરના શરણમાં જઈને, સત્ય સમજીને, સત્ય આચરીને જ પામ્યા. આ પરંપરા સર્વકાળમાં અનિવાર્ય સમજવી.
વર્તમાન કાળમાં આપણને તીર્થંકરનો યોગ નથી, પ્રત્યક્ષ બોધ નથી, તેથી મોક્ષમાર્ગ બંધ થતો નથી. તે આપ્તપુરુષોનાં બોધેલા શાસ્ત્રો છે, તે પૂરતા છે. પરંતુ એ શાસ્ત્રોનો મર્મ ન સમજાય તો કાર્ય સિદ્ધ થવાનું નથી, માટે મર્મ પામેલાં કોઈ આત્મજ્ઞાનીનાં શરણમાં જવું અનિવાર્ય સમજવું ઘટે.
નજીકનાં ભૂતકાળમાં આવા મર્મ પામેલા શ્રીમદ્ રાજચંદ્રજીનો સાધકને સંપૂર્ણ મોક્ષમાર્ગ આરાધવા માટે બળવાન યોગ તેમનાં વચનામૃત અને વિશેષતઃ આત્મસિદ્ધિ શાસ્ત્ર રૂપે સંપ્રાપ્ત છે. આપણે યથા શક્તિ - યથા મતિ જરા અવલોકન કરવાનો યત્ન કરીએ, એવી ભાવના રહે છે.
%e0%ઇ પ્રશાબીજ •136 દિતિદિષ્ટિ