________________
આ ચાર ભાવનાથી ભાવિત થયેલો સાધક ધર્મમાં પ્રવેશ પામે છે. ધર્મનું પરિણામ મોક્ષ છે. હવે સાધક મોક્ષમાર્ગનો ખરો આરાધક બની શકે છે. આવા આરાધકની આગળની સાધના વૈરાગ્ય માટેની છે. વૈરાગ્ય વિના વીતરાગતા આવતી નથી અને વીતરાગતા વિના મોક્ષ નથી. માટે હવે સાધકે વૈરાગ્યવાન થવા માટે યત્ન કરવાનો છે. વૈરાગ્ય માટે મહત્ત્પુરુષોએ વૈરાગ્યનો ક્રમિક અભ્યાસ કરવાનું બોધ્યું છે અને તે માટે યથાર્થ માર્ગદર્શન બારભાવના વડે બોધ્યું છે તે બારભાવના અંગે આપણે ક્રમથી વિચાર કરીશું. જૈનદર્શનમાં આ બારભાવનાની અગત્યતા, દરેક ગચ્છ-મત-સંપ્રદાયે સ્વીકારી છે. તેમાં કોઈ મતભેદ નથી. વૈરાગ્ય વિના સાચો ત્યાગ સંભવતો નથી અને ટકતો પણ નથી.
“ત્યાગ ટકે નહીં, વૈરાગ્ય વિના.”
-
- નિષ્કુળાનંદ સ્વામિજી
*
848484 પ્રજ્ઞાબીજ * 50 parxxx48