________________
સાધકની યોગ્યતા હોય તો જ સત્પુરુષનું ઓળખાણ થઈ શકે છે. આ યોગ્યતા સર્વપ્રથમ સદાચાર વિના આવતી નથી અને સદાચાર માટે આ ચારભાવનાથી સાધકે રંગાવું પડે, ભુષિત થવું પડે. પ્રસંગે-પ્રસંગે સાધકે યોગ્યતા માટે જાગૃત રહેવું પડે. પોતાના દોષો નિષ્પક્ષપાત પણે જોવા અને કાઢવાનું કરતા જવું પડે. તે સાથે પરના-અન્યનાં દોષ પ્રત્યે દ્વેષરહિત થવાનો અભ્યાસ કરતા જવું. આવા બધાં ગુણો સહજ બને તે સાધકની ખરી યોગ્યતા છે. આવી યોગ્યતા આવ્યથી સાધકને સતુપુરુષ-સદૂગરની ઓળખ, શ્રદ્ધા-ભક્તિ થઈ શકે છે. જેનાં પરિણામે સત્પુરુષનો કૃપાપાત્ર બને છે અને તેના આધારે મોક્ષનો સત્પુરુષાર્થ થઈ શકે છે.
જગતનાં સમસ્ત જીવો પ્રત્યે મૈત્રી, નિર્વેર બુદ્ધિ, સાધના માર્ગનાં અન્ય સાધકોની વિશેષ બળવાન સાધના પ્રત્યે પ્રમોદભાવ (આનંદ). સાધના માર્ગનાં નિર્બળ કે સાધન રહિત સાધકો પ્રત્યે કરુણાભાવ અને સહાયક બનવું તેવી વૃત્તિ અને મતભેદનું નિવારણ અસંભવ લાગે ત્યારે માધ્યસ્થભાવ-સાક્ષીભાવઉદાસીનભાવ રહેવો – આ બધું સાધકની યોગ્યતા માટે ખૂબ જરૂરી છે.
યોગ્યતાવાળા સાચા સાધકને પુરુષ કે સદ્દગુરુનો યોગ સહજ પ્રયત્ન થઈ જાય છે. વળી યોગ્યતા હશે તો જ સાધક આવા સત્પુરુષ-સગુરુની આજ્ઞામાં રહીને સાચી દિશામાં પુરુષાર્થ કરીને ઇચ્છિત સિદ્ધિ મેળવે છે.
અનાદિથી પરીભ્રમણ કરતા જીવાત્માને અનેક વાર માનવભવ તો મળ્યા જ છે, પરંતુ યોગ્યતાનાં અભાવે માર્ગ પામતો નથી કે સત્પુરુષાર્થ કરતો. નથી. સત્પુરુષ કે સદ્ગુરુનું કામ સાબુ જેવું છે. વસ્ત્ર ધોવામાં સાબુ, મેલ દૂર કરે છે, પરંતુ માત્ર સાબુથી તો વસ્ત્ર વધુને વધુ મલિન થવાનું છે, સાથે પાણીનો યોગ અનિવાર્ય છે. તે રીતે સાબુ જેવા સત્પુરુષ ત્યારે જ કામ લાગે, જ્યારે આપણી યોગ્યતારૂપી પાણીનો યોગ થાય અને તેમ થયેથી જીવનાં અનંત જન્મનો દોષ, કર્મ સહેલાઈથી જતા રહે છે. આત્મા શુદ્ધ થાય છે, સાધના સફળ થાય છે, સહજ સુખની અનુભૂતિ થાય છે.
ની&િઇટને પ્રશાબીજ •49 base