________________
માત્ર ૩૩ વર્ષ, ૫ માસ અને ૫ દિવસનાં આયુકાળમાં કરી બતાવ્યું અને મોક્ષપદ નિશ્ચિત કરી લીધું. આથી વધુ આનંદનો પ્રસંગ બીજો ક્યો હોય ! બાકી દેહનો સંયોગ અને વિયોગ તો જીવાત્માના પૂર્વ કર્મને આધિન છે તેમાં હર્ષ-શોક કરવો એ તો અજ્ઞાનતા છે.
જગતનાં જીવોને મૃત્યુ ગમતું નથી, ભય લાગે છે, વધુને વધુ જીવવાની ઇચ્છા કરતા રહે છે અને અમર થવાય તો તેમ કરવા ગમે તે પરિશ્રમ લેવા તૈયાર હોય છે. પરંતુ આવુ તો પૂર્વે ક્યારેય કોઈને પણ પ્રાપ્ત થયું જણાતું નથી. જીવાત્માની આ અજ્ઞાન દશા છે. જો જ્ઞાન ઉપયોગે વિચારે તો મૃત્યુથી બચવા કરતા, ફરી જન્મવાથી બચવાના ઉપાય કરવો જરૂરી છે અને તે ઉપાય સર્વજ્ઞાનીઓએ બતાવ્યા છે જ. પરમ કૃપાળુ દેવ, આપે પણ ઉપાય આપ્યો જ છે ને જીવાત્મા કર્મબંધથી બચે તો ફરી જન્મ લેવાથી પણ બચે.
પ્રભુજી આપે અપૂર્વ અવસર કાવ્યમાં શરૂઆત કરતા જ અભિલાષા વ્યક્ત કરી “ક્યારે થઈશું બ્રહ્માંતર નિગ્રંથ જો.” આપે આપના જીવનમાં એ દશા યથાર્થ પ્રાપ્ત કરી લીધી એ અમને લક્ષમાં આવે છે. વળી “આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો.” એ ભાવના અંતરમાં દઢ કરેલી તે પ્રત્યક્ષ થતી, આપના દેહ ત્યાગનાં પ્રસંગે જગતને પ્રત્યક્ષ જોવા મળી છે.
પ્રભુ, અમે ધન્ય બન્યા છીએ, અનંતકાળમાં જે જોગ થયો નહોતો તે આ કાળમાં, આ ભવમાં અમને થયો છે. આપની સાથે અમારું પણ પૂર્વનું કોઈ ઋણાનુબંધ હશે જ જેથી આવો અપૂર્વ યોગ થયો છે. આપનું સ્મરણ કરતા ચિત્ત પ્રસન્ન થઈ જાય છે તે કાંઈ જેવી તેવી ઉપલબ્ધિ નથી જ. આપનાં ચરણોમાં અમારા સર્વકાળનાં કોટી-કોટી વંદન હોજો. ફરી-ફરી વંદન હો.વંદન હો..વંદન હો.
ની&િઇટને પ્રશાબીજ 300 base