________________
આવા બધાં મંત્રનાં ગુણો સાધકે લક્ષમાં લેવાં જરૂરી છે. અશાંત મનથી થતી કોઈ પણ પ્રવૃત્તિ ફળ આપતી નથી. ઉલ્ટાનો વ્યગ્રતા, વ્યાકુળતામાં વધારો થાય છે.
શ્રીમદ્જીએ એક મંત્ર “આતમભાવના ભાવતા જીવ લહે, કેવળ જ્ઞાન રે', પૂજ્ય પ્રભુ શ્રી લઘુરાજસ્વામીને મુંબઈમાં આપ્યો હતો. આ મંત્ર વિષે આપણે બોધપાઠ - ૨૯ થી ૩પમાં વિસ્તૃત ચર્ચા કરી છે જેથી અત્રે તેનું પુનરાવર્તન કરવાનું જરૂરી નથી. પ્રભુશ્રીજીએ એ મંત્ર આત્મસાત કરીને જ આધ્યાત્મિક સિદ્ધિ મેળવી છે. તેનો વારંવાર વિચાર કરી તેવી સિદ્ધિ મેળવવાનો લક્ષ રાખીને મંત્રનાં આશ્રયે પુરુષાર્થ કર્તવ્ય છે તે યાદ રાખીએ.
કહેવાતા સાધકો, તાંત્રિકો વગેરે ભોળા માનવજીવોને ભોળવીને મંત્રેલા દોરા-માદળિયા-પાણી વગેરે આપીને અંધશ્રદ્ધામાં દોરે છે, અને પોતાનો સ્વાર્થ સાધવાનું કરે છે. આવા લોકોથી સદાય જાગૃત રહેવું, તેમનાંથી દૂર જ રહેવું, જો મંત્રથી જીવને સુખ-સગવડ મળતી હોય તો પછી જીવનાં પૂર્વકર્મનું શું ? શું કર્મ ફળમાં આવા લોકો ફેરફાર કરી શકે ? તો પછી ધર્મધ્યાન જેવી પ્રવૃત્તિ કરવાનો હેતુ જ નથી રહેતો.
શ્રીમદ્જીએ મંત્ર આપ્યો છે તેમ બીજા મહાપુરુષોએ પણ મંત્રો આપ્યા છે, પણ કોઈએ સંસારનાં સુખ-સંપત્તિ માટે આપ્યા છે ? કોઈ શાસ્ત્રમાં આવું પ્રતિપાદન જોવા મળે છે ? કેવળ આત્મકલ્યાણનાં હેતુએ જ મંત્ર ઉપકારી થાય છે. આ વાત સદા સ્મરણમાં રાખવા જેવું છે.
Lalala velesle2 • 290 Balata*