________________
ઇચ્છાપૂર્તિ માટે શુભાશુભ પ્રવૃત્તિઓ કરીને શુભાશુભ કર્મો બાંધતો જ રહે છે અને પરિણામે ફરી ફરી જન્મમરણ કરતો જ રહે છે. આવું સંસારનું સ્વરૂપ કોઈ વિરલા પુરુષોને જ લક્ષમાં આવે છે, સમજાય છે અને યથાર્થ ઉપાય કરી તે અવસ્થાથી મુક્ત થવામાં સફળ થાય છે. આવા પુરુષો ભગવાન કહેવાય છે. જેમને આવો જાત અનુભવ થાય છે તેમને જગતનાં જીવો પ્રત્યે કરણા થઈ આવવાથી તે ઉપાય જીવોને બતાવે છે, બોધે છે, શ્રદ્ધા કરાવી અનુસરવા માટે પ્રેરણા પણ આપે છે.
બધાં જ મંત્રો મહાપુરુષો દ્વારા જ અપાયા છે, બધાં જ મંત્રો જીવને ઉપકારી છે. જેને જે ગમે તે આરાધે, પરિણામે કલ્યાણ છે. માટે સાધકમુમુક્ષ-ભક્ત એ પોતાને ગમે તે મંત્ર આરાધે પણ બીજા મંત્રો કરતાં પોતાને ગમતો મંત્ર શ્રેષ્ઠ છે તેમ માનવું, તેનો આગ્રહ રાખવો અને તે સંબંધ વિવાદ કરવો અનુચિત છે. તેમાં કલ્યાણ નથી જ. એક જ રોગ માટે અનેક ઔષધ હોય છે અને તેનો સ્વીકાર થાય જ છે તેમ અત્રે વર્તવું હિતકારી છે.
મંત્ર ચમત્કારી છે તેમ માનીને આરાધન કરીને સંસારીક સુખ સાધન માટે આરાધવાનું યોગ્ય નથી. જે મહાપુરુષોએ મંત્ર આપ્યો છે તે સંસારથી મુક્ત થવા આપ્યો છે તો પછી તે મંત્ર સાંસારિક સુખ-સાધન આપે તો મંત્ર નિષ્ફળ ગયો કહેવાય. મંત્ર ચમત્કારી છે જ પણ ચમત્કાર એટલે જે હેતુએ મંત્ર અપાયો છે તે હેતુ સિદ્ધ થાય તે જ તો તેની ચમત્કૃતિ છે.
મંત્રનો આશ્રય, અધિકાર સર્વ જીવને છે. નાત-જાત-પુરુષ-સ્ત્રી જેવાં કોઈ ભેદને ત્યાં સ્થાન નથી કેમકે મંત્ર આત્મા માટે છે. હિંસક અને લુંટારો તેમજ અભણ એવો વાલિયા ભીલ નારદજી પાસેથી રામનામનો મંત્ર મેળવીને, આરાધીને મહર્ષિ વાલ્મિકી બને અને જીવનમુક્ત થાય આ દૃષ્ટાંત જ પુરતું
છે.
મંત્રથી મનની ચંચળતા શાંત થાય છે, મન સ્થિર થાય છે, જે લક્ષ સાધવાનું છે તે માટે એકાગ્રતા આવે છે, વિકલ્પો શાંત થઈ છૂટી જાય છે.
%e0%ઇ પ્રશાબીજ • 280 દિતિદિષ્ટિ