________________
૧. જીવ અજ્ઞાનનાં કારણે કર્મ બાંધે છે, જ્ઞાન થાય તો અજ્ઞાન ટળે.
અજ્ઞાનવશ વિભાવ કરે છે, ત્યારે ઉપયોગ સ્વરૂપની બહાર જાય છે અને નિમિત્તોને આધિન થઈ વર્તે છે જેથી કર્મ બાંધે છે. જો સ્વભાવમાં પાછો ફરે ને સ્થિર થાય તો કર્મ બાંધશે નહીં.
૨. આમ કર્મબંધનું કારણ લક્ષમાં રાખીને તે કારણનો નાશ કરે તો કર્મ બંધાશે નહીં. અર્થાત્ ઉપયોગ સ્વરૂપમાં સ્થિર કરે તો વિભાવમાં જવાશે નહીં અને પરિણામે કર્મબંધથી બચી જશે.
૩. કર્મ બંધનાં મુખ્ય ત્રણ કારણ છે, રાગ-દ્વેષ અને અજ્ઞાન. જોકે રાગદ્વેષ થવાનું કરાણ જ અજ્ઞાન છે. જ્યારે જ્ઞાન-બોધ જીવાત્મામાં કાર્યકારી થશે ત્યારે, રાગ-દ્વેષ થઈ શકશે નહીં, પરિણામે કર્મબંધ થવાની સંભાવના રહેતી નથી.
૪. આત્મા પ્રત્યેક આત્મા) મૂળ સ્વરૂપે તો સત્⟨શાશ્વત) અને ચૈતન્યમય અર્થાત્ સ્વભાવમય છે. દેહનાં યોગે અજ્ઞાનવશ, ભ્રાંતિ થઈ આવવાથી વિભાવમાં સરી પડે છે ત્યારે કર્મબંધ થઈ આવે છે. આ ભૂલ સુધારી લેવાય તો તે મોક્ષ માર્ગ છે.
૫. કર્મ અનંત છે તેમ તેનાં પ્રકાર પણ અનંત છે, પરંતુ મુખ્યતા આઠ (ચાર ઘાતી + ચાર અઘાતી) છે, તેમાં પણ વિશેષઃ મુખ્યતા બે પ્રકારની છે, તે દર્શનમોહ અને ચારિત્રમોહની પ્રકૃતિ છે. દર્શનમોહમાં જીવ ૫રમાર્થને અપરમાર્થ અને અપરમાર્થને પરમાર્થ માની પ્રવર્તે છે. અર્થાત્ ત્યાગવા જેવું છે તે આરાધે છે અને આરાધવા જેવું છે તેનો ત્યાગ કરે છે. ચારિત્ર મોહમાં જીવ, સ્વસ્વરૂપમાં સ્થિતિ થવા માટે જે પ્રયત્ન કરે તેમાં અવરોધ કરનારા તત્ત્વો કષાય – નોકષાય કામ કરે છે તેને શાસ્ત્રીય પરિભાષામાં ચારિત્ર મોહ કહે છે.
૬. જીવાત્મા બોધ પામીને રાગ-દ્વેષ કરતા અટકે તો દર્શનમોહરૂપ જે દોષ છે તે ટળી જાય છે અને સાચું ધર્મ આરાધન કરી શકે છે. બીજું
84848 પ્રશાબીજ +168 #AKOR+®